સાળંગપુરમાં સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિરમાં દાદાને હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરાયો
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 2023ના વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. આજે 2023ના નવા વર્ષનો પ્રથમ દિવસ અને રવિવાર સાથે ધનુર્માસનો પવિત્ર દિવસ હોવાથી ખૂબ મોટી […]