1. Home
  2. Tag "investigation"

બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ઈજાગ્રસ્ત યુવાનોને લઈને હુમલાખોરો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહ જિલ્લામાં ગાયની તસ્કરી મામલે બે યુવાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના ભરતપુરની અદાલતે બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન, રાજસ્થાનના શિક્ષણ રાજ્ય મંત્રી ઝાહિદા ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યું હતું. બને […]

દિલ્હીઃ 2 આતંકવાદીઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરુ ઘડાયું હતું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જહાંગીરપુરીમાંથી પકડેલા બંને આતંકીઓની કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે, તેમને હિંદુ નેતાઓની હત્યા કરવાનું કામ આપવામાં આવ્યું હતું. ટાર્ગેટ પૂરો કરવાની પોતાની ક્ષમતા સાબિત કરવા તેમણે એક અજાણ્યા હિંદુ યુવકની હત્યા કરીને લાશના 9 ટુકડા કર્યા હતા અને તેનો વીડિયો બનાવીને […]

રાજસ્થાનઃ રેલવે ટ્રેક ઉડાવી દેવાના કેસની તપાસમાં એનઆઈની ટીમ પણ જોડાઈ

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુર નજીક વિસ્ફોટ કરીને રેલવે ટ્રેકને ઉડાવી દેવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસમાં રેલવે પોલીસ, રાજસ્થાન એટીએસ અને એનઆઈએની ટીમ પણ જોડાઈ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું, જયપુર નજીક રેલવે ટ્રેકને ઉડાવી દેવા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક વસ્તુઓનો ઉપયોગ કરીને કાવતરાને […]

બેટ દ્વારકામાં સરકારી જમીનો પર મોટાપાયે બાંધકામ કરવા પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરાશેઃ રેન્જ IG

જામ ખંભાળિયાઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં સરકારી જમીનો પરના દુર કરવા ઝંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં બેટ દ્વારકામાં સૌથી વધુ દબાણો હટાવવામાં આવ્યા હતા. અને પોલીસના સઘન બંદોબસ્ત સાથે ત્રણ દિવસ કામગીરી ચાલી હતી. દરમિયાન  એક જ સમાજ દ્વારા બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ માટે રૂપિયાની રકમ ક્યાંથી આવી તે બાબતની ઊંડી તપાસ સુરક્ષાની દ્રષ્ટિએ […]

અલંગમાં જહાજ લાંગરે તે પહેલા જ તેના કેપ્ટને સેટેલાઈટ ફોન દરિયામાં ફેંકી દેતા તપાસનો ધમધમાટ

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવી રહેલા જહાજના કેપ્ટને જહાજને લાંગરવામાં આવે તે પહેલા જ સેટેલાઈટ ફોન દરિયામાં ફેંકી દેતા ગુપ્તચર તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા જહાજના કેપ્ટને પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ભારતીય જળસીમામાં ઉપયોગ કર્યા બાદ દરિયામાં ફેંકી દેતા સમગ્ર […]

PFIના નિશાના ઉપર BJP અને RSSના નેતા હતા, NIAની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં દેશમાં PFI સાથે જોડાયેલા અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા, જેમાં 100 થી વધુ ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન PFIના રડાર પર RSS અને BJPના ઘણા મોટા નેતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, નાગપુર ખાતેનું RSSનું મુખ્યાલય પણ PFIના નિશાના પર હોવાનું તપાસમાં સામે આવ્યું […]

તમિલનાડુઃ પૂર્વ CM જયલલિતાના નિધન અંગે તપાસનો અહેવાલ પંચે સુપ્રત કર્યો

બેંગ્લોરઃ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાના મૃત્યુ સાથે સંબંધિત તપાસનો અહેવાલ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુની ન્યાયીક તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામીની આગેવાનીમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તપાસ પૂર્ણ કરીને 590 પાનાનો અહેવાલ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનને સીલબંધ કવરમાં સોંપ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક સવાલો ઉભા થયા હતા. […]

શિક્ષક ભરતી કૌભાંડઃ અર્પિતા મુખર્જીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ (એસએસસી કૌભાંડ)ની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ટીમે તપાસનો ધમધમાટ તેજ બૂનાવ્યો છે. દરમિયાન, ED સૂત્રોએ જણાવ્યું છે કે, અર્પિતા મુખર્જીએ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે, તેના ઘરેથી જપ્ત કરવામાં આવેલા તમામ પૈસા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના હોવાનો અર્પિતા મુખર્જીએ દાવો કર્યો હતો. તેમજ પાર્થના […]

લઠ્ઠાકાંડઃ રોજિદામાં મૃતકોની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં 25થી વધારે વ્યક્તિઓના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થવાનું જાણવા મળે છે. દરમિયાન રોજિદા ગામમાંથી મૃતકોની અંતિમ યાત્રા યોજાઈ હતી. એક સાથે મૃતકોની અંતિમ યાત્રા યોજાતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. […]

નુપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની નાગરિકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ ભારતમાં ઘુસીને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાના કાવતરાને અંજામ આપવા આવેલા પાકિસ્તાની કટ્ટરપંથી રિજવાન અશરફની સુરક્ષા એજન્સીઓએ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન જિલ્લામાં એક પંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો સમક્ષ મૌલવીઓએ તકરીરો કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code