1. Home
  2. Tag "iran"

મધ્યપૂર્વ સંકટ: ઈરાને પાકિસ્તાનની મધ્યસ્થી ફગાવી, અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે મળવાનો ઇનકાર

તેહરાન, 4 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને પાકિસ્તાનના મધ્યસ્થી બનવાના પ્રયાસોને સદંતર ફગાવી દીધા છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાકિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના કોઈ પણ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે નહીં. આ સાથે જ ઈરાને અમેરિકાની શરતોને અસ્વીકાર્ય ગણાવીને સંકટના તાત્કાલિક ઉકેલની શક્યતાઓને નકારી કાઢી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને […]

ઈરાનમાં શિક્ષણ પર આફત: અમેરિકી-ઈઝરાયેલ હુમલામાં 600થી વધુ શાળાઓને નુકસાન

તેહરાન, 3 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ઈરાને એક ચોંકાવનારો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓમાં દેશના શિક્ષણ ક્ષેત્રને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં સમગ્ર ઈરાનમાં 600થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બોમ્બમારો અને મિસાઈલ હુમલામાં ધ્વસ્ત અથવા ક્ષતિગ્રસ્ત થઈ […]

ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે ભારતે ઈરાનથી 1,200 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા  

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષ વચ્ચે, ભારત સરકારે ઈરાનથી તેના નાગરિકોને મોટા પાયે બહાર કાઢવાનું શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે રાષ્ટ્રીય રાજધાનીમાં આંતર-મંત્રીસ્તરીય બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઈરાનથી 1,200 થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 845 વિદ્યાર્થીઓ છે. જયસ્વાલે જણાવ્યું […]

ઈરાન સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાની તૈયારીઓઃ ટ્રમ્પ

ન્યૂયોર્ક, 2 એપ્રિલ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી અઠવાડિયામાં ઈરાન સામે હુમલાઓ વધુ તીવ્ર થવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ લશ્કરી કાર્યવાહી કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહેશે, અને અમેરિકા ટૂંક સમયમાં વધુ જોરદાર હુમલાઓ શરૂ કરશે. રાષ્ટ્રને સંબોધનમાં, ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા ઓપરેશનને બાળકો અને ભાવિ પેઢીઓના ભવિષ્યમાં રોકાણ ગણાવ્યું. […]

ઈરાનને સમજૂતી માટે ટ્રમ્પનું એક સપ્તાહનું અલ્ટીમેટમ: સંસદના સ્પીકર પર વિશ્વની નજર

વોશિંગ્ટન, 31 માર્ચ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંબંધો અને સંભવિત શાંતિ સમજૂતી અંગે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફ અમેરિકા સાથે સહયોગ કરશે કે નહીં, તેનો ખુલાસો આગામી એક સપ્તાહમાં થઈ જશે. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાનમાં સત્તાનું માળખું […]

ઈરાન સાથેના યુદ્ધને અમેરિકા દ્વારા ધાર્મિક યુદ્ધ સાથે સરખાવાતા વિવાદ સર્જાયો

વોશિંગ્ટન, 30 માર્ચ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથના એક ધાર્મિક નિવેદને વૈશ્વિક સ્તરે વિવાદ છેડ્યો છે. હેગસેથ પર આરોપ છે કે, તેઓ ઈરાન સાથેના જંગને ધાર્મિક રંગ આપી રહ્યા છે. તાજેતરમાં ધાર્મિક નેતાઓ સાથેની એક બેઠકમાં તેમણે આ યુદ્ધને ‘ઈસુ ખ્રિસ્ત માટે લડાતું યુદ્ધ’ ગણાવ્યું હતું, […]

ઈરાનનો કુવૈતના પાવર અને વોટર પ્લાન્ટ પર હુમલો, એક ભારતીયનું મોત

તહેરાન, 30 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ઈરાન દ્વારા કુવૈતના વીજળી અને પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. કુવૈતી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં પ્લાન્ટની ઈમારતને પણ મોટું નુકસાન થયું છે. અલ જઝીરા અને સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, કુવૈતના […]

ઈરાન સાથેના યુદ્ધને લઈને અમેરિકા અને યુરોપમાં ટ્રમ્પનો ભારે વિરોધ

નવી દિલ્હી, 29 માર્ચ 2026: ઈરાન સાથેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સમગ્ર અમેરિકા અને યુરોપમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પના પગલાંનો વિરોધ કરવા માટે લાખો લોકો “નો કિંગ્સ” રેલીઓમાં એકઠા થયા હતા. મિનેસોટા આ પ્રદર્શનોનું મુખ્ય કેન્દ્ર હતું. સેન્ટ પોલમાં મિનેસોટા કેપિટોલના લૉન અને આસપાસના રસ્તાઓ પર હજારો લોકો ખભે ખભો મિલાવીને […]

પશ્ચિમ એશિયા સંઘર્ષ: ઈરાને દુબઈમાં યુએસ બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલાનો દાવો કર્યો

નવી દિલ્હી, 29 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ઈરાને દાવો કર્યો છે કે તેણે દુબઈમાં બે અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ અનુસાર, આ ઠેકાણાઓ પર 500 થી વધુ અમેરિકી સૈનિકો તૈનાત હતા. ઈરાનના એક પ્રવક્તાએ દાવો કર્યો હતો કે હુમલા પછી ઘણા […]

ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન કેટલાક અઠવાડિયામાં જ સમાપ્ત થઈ જશે: અમેરિકા

ન્યૂયોર્ક, 28 માર્ચ 2026: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોનું મહત્વનું નિવેદન આપ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આશા વ્યક્ત કરી કે, ઈરાન વિરુદ્ધ અમેરિકાનું સૈન્ય અભિયાન કેટલાક અઠવાડિયામાં જ સમાપ્ત થઈ જશે. માર્કો રુબિયોએ કહ્યું કે, તેમને એવું નથી લાગતું કે આ મહિનાઓ સુધી ચાલવાનું છે. સાથે જ, રુબિયોએ જમીની સૈનિકોનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code