1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી; મુંબઈ અને નજીકના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે

મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. સવારથી જ ઉપનગરો અને શહેરના મુખ્ય ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તે જ સમયે, બાંદ્રા-સી લિંક રોડ પર સવારનો નજારો સાંજની જેમ અંધારું અને ધુમ્મસવાળું દેખાઈ રહ્યું છે. કાળા […]

મહારાષ્ટ્રઃ વરસાદથી થયેલા નુકસાન માટે સરકારે ખેડૂતોને રૂ. 1,339.49 કરોડ કર્યાં જાહેર

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે જૂન અને ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે રૂ. 1,339 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં, રૂ. 1,339.49 કરોડ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ સહાય રાજ્ય આપત્તિ રાહત ભંડોળ દ્વારા પૂરી […]

મહારાષ્ટ્ર અને કલકત્તામાં પૂરની સ્થિતિ, ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે ઓડિશા અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.આજે ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા અને વિદર્ભમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે આંદામાન […]

મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર માર્યા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર માર્યા હતા. ઘટનાસ્થળેથી હથિયારો મળી આવ્યા હતા. અહીં અબુઝહમદમાં, રાજુ દાદા ઉર્ફે કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફે કાદરી સત્યનારાયણ રેડ્ડી, એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા. આ બંન્ને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ હતુ. બસ્તર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં એક […]

મહારાષ્ટ્રના બીડમાં અમલનેર-બીડ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લીલી ઝંડી આપી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અમલનેર-બીડ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું અને બીડથી અહિલ્યાનગર સુધીની ટ્રેનને લીલી ઝંડી આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે બીડમાં રેલ્વે શરૂ થવાથી લાંબા સમયથી ચાલતા સ્વપ્નનું સાકાર થયું છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ ગોપીનાથરાવ મુંડે અને ભૂતપૂર્વ સાંસદ કેશરકાકુ ક્ષીરસાગરની દૂરંદેશીનું પરિણામ છે, જેમની મહેનત અને સંઘર્ષને કારણે આજે આ સ્વપ્ન સાકાર […]

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બે મહિલા નક્સલીઓ ઠાર, સુરક્ષા દળોને મોટી સફળતા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે મહિલા નક્સલીઓ માર્યા ગયા હતા. ઘટનાસ્થળેથી એક AK-47 સહિત અનેક હથિયારો મળી આવ્યા હતા. જાણકારી મુજબ, ગઢચિરોલી પોલીસે એટાપલ્લી તાલુકાના ઝામ્બિયા જંગલમાં ભીષણ એન્કાઉન્ટરમાં બે મહિલા માઓવાદીઓને મારી નાખ્યા છે. ગુપ્ત માહિતીના આધારે, C-60 ટીમો અને CRPFની 191મી બટાલિયને વિસ્તારને ઘેરી લીધો અને એક AK-47, […]

મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકોના ડૂબી જવાથી મોત, 13 લોકો ગુમ

મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગણેશ ઉત્સવની સમાપ્તિ પછી મૂર્તિઓના વિસર્જન દરમિયાન ઓછામાં ઓછા ચાર લોકો ડૂબી ગયા અને 13 અન્ય ગુમ થયા. આ સંદર્ભમાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે પુણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકો અલગ અલગ જળાશયોમાં વહી ગયા હતા. તેમણે કહ્યું કે વાકી ખુર્દમાં ભામા નદીમાં બે લોકો અને શેલ […]

અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગએ આજે અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.દરમિયાન, ઉત્તરપશ્ચિમ ભારતમાં, હવામાન […]

મહારાષ્ટ્રમાં પૂરનો ખતરો: NDRF-SDRF તૈનાત

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, અને ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નદીઓ અને તળાવોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ખાસ કરીને મુંબઈ, […]

મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને કારણે ચાર દિવસમાં 21ના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને કારણે છેલ્લા ચાર દિવસમાં 21 લોકોના મોત થયા છે. મુંબઈ, થાણે, પાલઘર કોકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં સતત ચોથા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.પૂરથી ગંભીર રીતે પ્રભાવિત નાંદેડ જિલ્લામાં જ આઠ લોકોના મોત થયા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં લગભગ 300 મીલીમીટર જેટલો રેકોર્ડ વરસાદ પડ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code