1. Home
  2. Tag "rajkot"

રાજકોટના રસરંગ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ, મેળાને માણવા લોકો ઉમટી પડ્યાં

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના પર્વનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ગામેગામ લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં રંગાલી રાજકોટમાં પાંચ દિવસના મહામેળાનો પ્રારંભ રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળીયા દ્વારા કરાયો હતો. જેમાં ખેલૈયાઓ લોક નૃત્યના રંગે રંગાયા હતા. આ લોકમેળાનું નામ ‘રસરંગ લોકમેળો’ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટો ગણાતા આ લોકમેળામાં […]

રાજકોટના રસરંગ લોકમેળાનો આજે સાંજથી પ્રારંભ, લોકો રંગીલા મેળાની 5 દિવસ મોજ માણશે

રાજકોટઃ સાતમ-આઠમના પર્વનું સૌરાષ્ટ્રભરમાં વિશેષ મહાત્મ્ય છે. અને ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો લોકમેળો પાંચ દિવસ માટે યોજાતો હોય છે. આ મેળાને માણવા માટે ગામ-પરગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા આ રસરંગ લોકમેળાનો આજે મંગળવારે સાંજના 4-30 વાગ્યે રાજયના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં મંત્રી […]

સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની સારવાર માટે અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે, રાજકોટમાં જ મળશે સારવાર

રાજકોટઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે આજરોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે બનેલ નવીન કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની આધુનિક સારવાર  રાજકોટ ખાતે જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર નહિ પડે. રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી […]

લોકમેળામાં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર કાર રેસલર અને બાઇક રાઇડરની રાજકોટમાં એન્ટ્રી

રાજકોટ: આવતીકાલથી તહેવારોની શૃંખલા શરૂ થઈ જશે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’માં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર વાહન ચાલકોની એન્ટ્રી થઇ ચૂકી છે. યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક હાથે કરાનારી ડ્રાઈવિંગના કરતબો લોકોને રોમાંચિત કરશે. તો તે પૈકીની મહિલા બાઇક રાઇડર પૂજા પણ સાહસિકતાથી સૌરાષ્ટ્રવાસીઓને અચંબિત કરી દેશે. ઉત્તર પ્રદેશના […]

રાજકોટના લોકમેળાની સાથોસાથ ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન કરાયું

રાજકોટ: જન્માષ્ટમીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’ ને લઈને લાખો લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તો અનેક ઉદ્યમીઓ-વેપારીઓ અહીં રોજગારી મેળવે તેવુ આયોજન રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આજિવીકા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કાર્યરત સખી મંડળની મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે […]

રાજકોટમાં રસરંગ લોકમેળાના ઉદઘાટન કાર્યક્રમમાં થશે પ્રાચીન ગરબા અને અઠંગો રાસની જમાવટ

રાજકોટ:રાજકોટ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. 05  થી 09 સપ્ટેમ્બર સુધી “રસરંગ લોકમેળા”નું આયોજન કરાયું છે. જેના ઉદઘાટન કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દીહોરાના માર્ગદર્શન હેઠળ રાસ-ગરબા-ડાયરાની વિસરાતી જતી પરંપરાને ઉજાગર કરતી વૈવિધ્યપૂર્ણ નવ સાંસ્કૃતિક કૃતિઓની કલાત્મક પ્રસ્તુતિ કરાશે. જે પૈકી શ્રીવૃંદ ગ્રુપ અર્વાચીન ગરબા અને અઠંગો રાસની જમાવટ […]

રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

રાજકોટ:આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર યોજનાર છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો તેની અનોખી ઉજવણી કરતા હોય છે. ત્યારે આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આ મેળો યોજાવાનો છે જ્યાં હાલમાં વિવિધ રાઈડ્સ આવી ચૂકી છે. દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા 12 થી 22 સભ્યો સામેલ હોય છે. […]

રાજકોટથી ભાગોળે આવેલા હીરાસર એરપોર્ટ માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવા ચેમ્બરની માગ

રાજકોટઃ શહેરથી 25 કિલોમીટર દુર હીરાસર ગામ પાસે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. અને તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે આ એરપોર્ટનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. હવે રાજકોટ શહેરની મધ્યમાં આવેલી એરપોર્ટને હીરાસર ખાતેના એરપોર્ટમાં ખસેડવામાં આવી રહ્યું છે. જે અઠવાડિયામાં કામગીરી પૂર્ણ થયા બાદ જુનુ એરપોર્ટ બંધ કરી દેવામાં આવશે. એટલે શહેરીજનોને […]

રાજકોટમાં નવા બનેલા એસટી બસ સ્ટેન્ડનું શનિવારે હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરશે

રાજકોટઃ શહેરમાં  ઢેબર રોડ પર એસટી બસ સ્ટેન્ડ બન્યા બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન છેલ્લા 6 મહિનાથી તૈયાર થઇ ગયું છે. જોકે, લોકાર્પણનો કાર્યક્રમ રાજકીય નેતાઓની તારીખ ન મળવાને કારણે યોજી શકાતો નહતો. ત્યારબાદ મંત્રી હર્ષ સંઘવીનો સમય મળતા હવે તેમના […]

રાજકોટ મહાનગર પાલિકાની રક્ષાબંઘનના દિને બહેનોને ખાસ ભેંટ, BRTS માં ફ્રી માં કરી શકાશે મુસાફરી

દિલ્હીઃ- હવે રક્ષા બંઘનને બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં રક્ષાબંઘનની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છએ અનેક રાજ્યો રક્ષાબંઘનના દિવસે બહેનો માટે કંીકને કંઈક ભેંટ આપી રહ્યા છએ ત્યારે રાજ્યના રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્રારા રક્ષાબંઘનના જિવસે બેહનોને ખાસ ભેંટ આપવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાએ રક્ષાબંધનના પર્વ નિમિતે સિટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code