Homeગુજરાતીએક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતનેઃ અરવિંદ કેજરિવાલ

એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતનેઃ અરવિંદ કેજરિવાલ

અમદાવાદઃ રવિવારે અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાશે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં હોવાથી ત્રિપાંખીયો જંગ જોવામાં આવી રહ્યો છે. દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે ટ્વીટ કરીને એક મોકો આમ આદમી પાર્ટીને આપવા માટે ગુજરાતની પ્રજાને વિનંતી કરી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો જંગમાં ઉતાર્યાં છે. એટલું જ નહીં કોર્પોરેશનની ચૂંટણી માટે દિલ્હીના નેતા મનીષ સિસોદીયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યાં છે. તેમજ રેસીઓ અને સભાઓ કરી રહ્યાં છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હવે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મેદાનમાં આવ્યાં છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતુ કે, એક મોકો AAP ને, પછી જુઓ ગુજરાતને. આમ કહીને તેમણે ગુજરાતની જનતાને AAPને એક મોકો આપવા જણાવ્યું છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular