1. Home
  2. ગુજરાતી
  3. આરોગ્ય સેતૂ એપ પર આવ્યા નવા ફીચર્સ, હવે વેક્સિનેશન અપડેટથી લઇને સર્ટિફિકેટ ડાઉનલોડ સુધીના મળશે ફીચર્સ

આરોગ્ય સેતૂ એપ પર આવ્યા નવા ફીચર્સ, હવે વેક્સિનેશન અપડેટથી લઇને સર્ટિફિકેટ ડાઉનલોડ સુધીના મળશે ફીચર્સ

0
Social Share
  • આરોગ્ય સેતૂ એપમાં નવા ફીચર્સ એડ કરાયા
  • હવે વેક્સિનેશનને લઇને યૂઝર્સ જાતે કરી શકશે અપડેટ
  • તે ઉપરાંત વેક્સિનેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરવાની સુવિધા મળશે

નવી દિલ્હી: આરોગ્ય સેતૂ એપમાં હવે વધુ એક નવું ફીચર જોડવામાં આવ્યું છે. આ એપમાં યૂઝર્સ હેવ વેક્સિનેશન અંગે અપડેટ કરી શકે છે. જો તમે વેક્સિન લઇ લીધી છે અથવા તો વેક્સિન લેવાની બાકી છે, તો ત્યાં તમે અપડેટ કરી શકો છો. ગત વર્ષે લોકડાઉનના સમય ગાળામાં આ એપ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે લૉન્ચ કરાઇ હતી. વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદના 14 દિવસ બાદ એપના હોમ પેજ પર ડબલ બ્લૂ ટીક સાથે આરોગ્ય સેતૂના લોગો સાથે જોવા મળશે.

આરોગ્ય સેતૂ એપમાં યૂઝર્સે તેમની વેક્સિનેશનની જાણકારી અપડેટ કરવાની રહેશે. જે યૂઝરે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તેમને આંશિકરૂપે સાઇન જોવા મળશે. અપડેટ કરવામાં આવેલી માહિતી ખોટી નીકળશે તો આ અપડેટને ખોટી ગણવામાં આવશે.

કોવિન બેકએન્ડથી એટીપી આધારિત તપાસ બાદ વેક્સીનેશનની પરિસ્થિતિને અપડેટ કરવામાં આવશે. વેક્સીનેશનની સ્થિતિને અપડેટ કરવા માટે યૂઝરે કોવિન રજિસ્ટ્રેશન માટે જે નંબરનો ઉપયોગ કર્યો છે તે જ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે.

આરોગ્ય સેતૂમાં વધુ એક સેક્શન એડ કરાયું

એપમાં વધુ એક સેક્શન એડ કરાયું છે. યૂઝર તેમના વેક્સિનેશન સર્ટિફિકેટને ડાઉનલોડ કરી શકશે. જો તમારા વેક્સિનેશનની સ્થિતિને અપડેટ કરવામાં આવી નથી તો તમને ગ્રે બોર્ડર જોવા મળશે. જે લોકોના વેક્સિનેશનની પુષ્ટી કરવામાં આવી છે, તેમને બ્લૂ બોર્ડર જોવા મળશે.

સ્ટેટસ પર ટેપ કરીને તમે સર્ટીફિકેટ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન પર એક નંબર પરથી ચાર લોકોનું રજિસ્ટ્રેશન કરી શકાય છે, તે જ નંબર પર ચાર વ્યક્તિઓની વેક્સીનેશન અપડેટ જોવા મળશે.

કોરોના મહામારીની શરૂઆત બાદ વ્યાપક રૂપે આરોગ્ય સેતૂ એપ્લિકેશનનો ઉપયોગ યૂઝરના ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ઓળખાણ માટે કરવામાં આવે છે. યૂઝરને એપ્લિકેશનના માધ્યમથી વેક્સીનેશનની સ્થિતિ દર્શાવવાની મંજૂરી આપીને, સરકાર રાજ્ય બહાર જવા માટે સર્ટિફિકેટ લઈ જવાની આવશ્યકતાને ઓછી કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code