1. Home
  2. ગુજરાતી
  3. તેલુગુ ફિલ્મ એક્ટર ગોપીચંદનો આજે જન્મદિવસ,તેમની આ ફિલ્મોએ મચાવી હતી ધમાલ
તેલુગુ ફિલ્મ એક્ટર ગોપીચંદનો આજે જન્મદિવસ,તેમની આ ફિલ્મોએ મચાવી હતી ધમાલ

તેલુગુ ફિલ્મ એક્ટર ગોપીચંદનો આજે જન્મદિવસ,તેમની આ ફિલ્મોએ મચાવી હતી ધમાલ

0
Social Share
  • તેલુગુ ફિલ્મ એક્ટર ગોપીચંદનો આજે જન્મદિવસ
  • આ 5 તેલુગુ એક્શન ફિલ્મોએ મચાવી હતી ધમાલ
  • સાઉથ સિનેમામાં એક્શન ફિલ્મો માટે પ્રખ્યાત અભિનેતા

ચેન્નાઈ: આજે તેલુગુ ફિલ્મ એક્ટર ગોપીચંદનો જન્મદિવસ છે, એક્ટરનો જન્મ 12 જૂન 1979 માં થયો હતો. એક્ટર શરૂઆતથી તેલુગુ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. એક્ટર તેની શ્રેષ્ઠ એક્શન ફિલ્મો માટે સાઉથ સિનેમામાં મશહુર છે. તો ચાલો આજે તેના જન્મદિવસ નિમિત્તે જાણીએ જે તે 5 દમદાર એક્શન ફિલ્મો જેનાથી તેઓ આખી દુનિયામાં પ્રખ્યાત થઇ ગયા છે.

વર્ષ 2007 માં રિલીઝ થયેલી ફિલ્મ ઓક્કદૂન્નડુ (Okkadunnadu) માં એક્ટરની જોરદાર એક્શન જોવા મળી હતી. જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં એક ગેંગસ્ટરની વાર્તા છે જે એક દુર્લભ બ્લડ ગ્રુપની શોધમાં છે.

ગોપીચંદ અને રકુલપ્રીત સિંહની બેસ્ટ એક્શન ફિલ્મ લોક્યમ (Loukyam) નો દર્શકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળ્યો છે. લોક્યમ વર્ષ 2014 માં રિલીઝ થઇ હતી. જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ હજી પણ ઘણી વખત ટીવી પર બતાવવામાં આવે છે.

સહસામ એ ગોપીચંદ અને તાપ્સી પન્નુની ખૂબ જ દમદાર ફિલ્મ છે. આ ફિલ્મમાં શક્તિ કપૂર પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ગૌતમ નામના એક સિક્યુરિટી ગાર્ડની વાર્તા છે.

ગોલીમાર એ એક દમદાર ફિલ્મ છે. જેને આપણે હજી પણ ટીવી પર જોવાનું પસંદ કરીએ છીએ.આ ફિલ્મની વાર્તા એક એવા પુરુષની છે જેને પોલીસ દળમાં સામેલ થવું છે પણ તે સતત તેના માટે લડતો રહે છે. જ્યારે તે પોલીસમાં ભરતી થાય છે, ત્યારે તે એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ બને છે.

વર્ષ 2015 માં રિલીઝ થયેલી ફિલ્મ જીલ ખૂબ જ ખાસ એક્શન ફિલ્મ હતી. જેમાં એક્ટરનો દમદાર અંદાજ જોવા મળ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code