1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. લાલ ટોપીનો બદલાતો રંગ: અખિલેશના ટ્વીટે ઊભા કર્યા સવાલો, શું હવે રાજકારણની દિશા બદલાઈ રહી છે?
લાલ ટોપીનો બદલાતો રંગ: અખિલેશના ટ્વીટે ઊભા કર્યા સવાલો, શું હવે રાજકારણની દિશા બદલાઈ રહી છે?

લાલ ટોપીનો બદલાતો રંગ: અખિલેશના ટ્વીટે ઊભા કર્યા સવાલો, શું હવે રાજકારણની દિશા બદલાઈ રહી છે?

0
Social Share

હેમંત પરમાર દ્વારા

બંગાળમાં રાજકીય પરિસ્થિતિમાં આવેલા ફેરફારો બાદ હવે ઉત્તરપ્રદેશના રાજકારણમાં પણ નવા સંકેતો જોવા મળી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચા તેજ બની છે. હજ યાત્રાને લઈને પાર્ટીના ઓફિશિયલ હેન્ડલ પરથી મુકાયેલ શુભેચ્છા સંદેશ ત્રણ વખત બદલાયા બાદ આખરે હટાવી દેવામાં આવ્યો. ત્યારથી રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા, લૂંટારાએ સ્ટોરમાં ઘૂસી ગોળીબાર કર્યો

શરૂઆતમાં પોસ્ટમાં “દિલી શુભકામનાઓ” જેવા શબ્દો લખાયા હતા. થોડા સમય પછી એ શબ્દો દૂર કરી દેવામાં આવ્યા. ત્યારબાદ “પવિત્ર હજ યાત્રા” જેવા શબ્દો લખ્યા અને તેને પણ કાઢી નાખવામાં આવ્યા. અંતે આખી પોસ્ટ જ હટાવીને તેની જગ્યાએ ખૂબ ટૂંકો અને સામાન્ય શુભેચ્છા સંદેશ મૂકાયો. હવે સવાલ એ ઊભો થયો છે કે આ માત્ર સોશિયલ મીડિયા સંભાળવામાં થયેલી ગડબડ હતી કે પછી બદલાતી રાજકીય હવાની અસર?

changing colours of Samajvadi Party
changing colours of Samajvadi Party

રાજકીય જાણકારોનું માનવું છે કે દેશની હાલની પરિસ્થિતિમાં દરેક પક્ષ હવે હિંદુ મતદારોની લાગણી અને તેમના વલણને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યો છે. વર્ષો સુધી ચાલતી મતબેંકની રાજનીતિમાં હવે બદલાવના સંકેતો દેખાઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી બની રહી છે કે એક એક શબ્દ પણ માપીને બોલવો પડે અને એક એક પોસ્ટ મૂકતા પહેલાં ઘણી વખત વિચારવું પડે.

ચર્ચાનો વિષય

અખિલેશ યાદવને લઈને સોશિયલ મીડિયામાં ટિપ્પણીઓ પણ વધી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે જે નેતા પહેલા ઇફ્તાર પાર્ટીઓમાં જાળીદાર ટોપી સાથે દેખાતા હતા, તેઓ હવે માત્ર પોતાની લાલ ટોપીમાં જ જોવા મળે છે. આ માત્ર દેખાવનો ફેરફાર છે કે પછી તેની પાછળ કોઈ રાજકીય સંદેશ છુપાયેલો છે, એ ચર્ચાનો વિષય બન્યો છે.

હિંદુ સમાજની લાગણી

મુખ્ય સવાલ હવે એ છે કે શું દેશના રાજકારણમાં હવે દરેક પક્ષ હિંદુ સમાજની લાગણીઓને વધુ મહત્ત્વ આપશે? શું જૂની મતબેંકની રીત હવે ધીમે ધીમે કમજોર પડી રહી છે? અને શું આવનારા સમયમાં રાજકીય હરીફાઈ એ વાત પર થશે કે હિંદુ સમાજનો વિશ્વાસ કોણ વધુ મજબૂત રીતે જીતે?

એક સોશિયલ મીડિયા પોસ્ટ બદલાવાની ઘટના સામાન્ય લાગી શકે, પરંતુ રાજકારણમાં શબ્દોનું મહત્ત્વ ઘણું મોટું હોય છે. ક્યારેક એક શબ્દ ઉમેરવો કે કાઢવો પણ મોટા સંદેશ જેવો બની જાય છે. આ ઘટનાએ ફરી એકવાર એ ચર્ચાને વેગ આપ્યો છે કે દેશમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ટાટા મોટર્સ સાથે જોડાવા માગો છો? તો આજે જ પહોંચી જાવ આ સ્થળે

હાલ એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે લાલ ટોપીનો રંગ ભલે યથાવત હોય, પરંતુ તેની પાછળનું રાજકીય ગણિત હવે પહેલાં જેવું નથી. હવે સૌની નજર એ વાત પર રહેશે કે આ બદલાવ માત્ર સોશિયલ મીડિયા સુધી જ રહે છે કે પછી આવનારા દિવસોમાં મેદાનમાં પણ તેની અસર સ્પષ્ટ દેખાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code