1. Home
  2. ગુજરાતી
  3. The Devotion Of Suspect X: કરીના કપૂરે શરુ કરી તેના OTT ડેબ્યૂની શૂટિંગ, ફોટો શેર કરીને બતાવી પ્રથમ ઝલક
The Devotion Of Suspect X: કરીના કપૂરે શરુ કરી તેના OTT ડેબ્યૂની શૂટિંગ, ફોટો શેર કરીને બતાવી પ્રથમ ઝલક

The Devotion Of Suspect X: કરીના કપૂરે શરુ કરી તેના OTT ડેબ્યૂની શૂટિંગ, ફોટો શેર કરીને બતાવી પ્રથમ ઝલક

0
Social Share
  • કરીનાએ હવે તેના OTT ડેબ્યૂની તૈયારી
  • સુજોય ઘોષની ફિલ્મ The Devotion Of Suspect X માં જોવા મળશે
  • ફોટો શેર કરીને બતાવી પ્રથમ ઝલક    

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે જોવા મળશે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ પછી કરીનાએ હવે તેના OTT ડેબ્યૂની તૈયારી શરૂ કરી દીધી છે.તે સુજોય ઘોષના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ The Devotion Of Suspect X માં જોવા મળશે.બુધવારે કરીનાએ સેટ પરથી પોતાની એક તસવીર શેર કરી હતી.

કરીના કપૂર તેના OTT ડેબ્યૂ માટે કલિમ્પોંગમાં શૂટિંગ કરી રહી છે. તેણે સેટના પહેલા દિવસની એક તસવીર શેર કરી છે, જેમાં તે બાલ્કનીમાં બેઠી છે. કરીના સાથે તેની ટીમ પણ જોવા મળી રહી છે. એક છોકરી તેના વાળ બનાવતી જોવા મળે છે, જ્યારે કરીના પોતાને અરીસામાં જોઈ રહી છે.ફોટામાં બે મેકઅપ આર્ટિસ્ટ પણ દેખાઈ રહ્યા છે. આ સિવાય હિલ સ્ટેશનનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે.

ફોટોની સાથે કરીના કપૂરે કેપ્શનમાં લખ્યું કે, ‘First Day in Kalimpong… The Devotion of Suspect X, હેશટેગ સુજોય ઘોષ.’ જયદીપ અહલાવત પણ કરીના સાથે ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં જોવા મળશે. ફિલ્મની વાર્તા જાપાની લેખક કીગો હિગાશિનોના પુસ્તક પર આધારિત છે.

https://www.instagram.com/p/CdaM-Gao9dw/?utm_source=ig_embed&ig_rid=0cb242f2-60cf-4666-b191-69d894d8f4b5

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code