1. Home
  2. ગુજરાતી
  3. સેફ અલી ખાનની ‘ભૂત પોલીસ’ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર થશે રિલીઝ, કરીનાએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી
સેફ અલી ખાનની ‘ભૂત પોલીસ’ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર થશે રિલીઝ,  કરીનાએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ  શેર કરી

સેફ અલી ખાનની ‘ભૂત પોલીસ’ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર થશે રિલીઝ, કરીનાએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી

0
Social Share
  • સેફઅલી ખાનની અપકમિંગ ફિલ્મ ભૂત પોલીસ
  • આ ફિલ્મનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

મુંબઈઃ-  સિનેમા જગતના ચાહકો માટે એક ખુશખબર આવી ગઈ છે, લાંબા સમયનો દર્શકોનો ઈતંઝાર હવે ખતમ થયો છે, જી હા, બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘ભૂત પોલીસ’ નું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે.વાત જાણે એમ છે કે,  સૈફની પત્ની કરીના કપૂરે આ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કરીને ચાહકોનો આ ફિલ્મ જોવાનો ઉત્સાહ વધાર્યો છે, આ પોસ્ટર શેર કરવાની સાથે તેમણે ચાહકોને એમ પણ કહ્યું કે આ ફિલ્મ ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની + હોટસ્ટાર વીઆઇપી પર રિલીઝ થશે.

ભૂત પોલીસના આ નવા પોસ્ટરમાં સૈફ ખૂબ જ  અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં જોઇ શકાય છે કે સૈફ લેધરના બ્લેક જેકેટ અને ગળામાં ચેન પહેરેલો જોવા મળી રહ્યો છે. તેણે તેના હાથમાં સ્કેપ્ચર પકડેલો જોવા મળે છે. અભિનેતાના આ લૂકએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે, સોશિયલ મીડિયા પર સૈફનો ભૂત પોલીસ ફિલ્મનો આ લૂક ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ફિલ્મનું પોસ્ટર જોરી કરતા વખતે સૈફ અલી ખાનની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને લખ્યું, “પેરાનોર્મલથી ડરશો નહીં અને વિભૂતિથી સાથે સુરક્ષિત અનુભવો.આ પોસ્ટર રિલીઝ થયા પછી ચાહકો ની પ્રતિક્રિયાનો દોર ચાલુ થઈ ચૂક્યો છે ,આ ફિલ્મની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરવામાં આવે તો લીડ રોલમાં સૈફ અલી  ખાનની સાથેઅર્જૂન કપુર, જેક્લિન ફર્નાન્ડિસ અને યોમી ગૌતમ પણ જોવા મળશે, ફિલ્મનું નિર્દેશન પવન કૃપલાની દ્વારા કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code