1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં ગરમી વધવાની સંભાવના,રાજ્યના વાતાવરણમાં જોવા મળી શકે છે પલટો
રાજકોટમાં ગરમી વધવાની સંભાવના,રાજ્યના વાતાવરણમાં જોવા મળી શકે છે પલટો

રાજકોટમાં ગરમી વધવાની સંભાવના,રાજ્યના વાતાવરણમાં જોવા મળી શકે છે પલટો

0
Social Share
  • ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના
  • વાતાવરણમાં જોવા મળી શકે છે પલટો
  • ગરમીનું તાપમાન 40 પાર થવાની સંભાવના

રાજકોટ:ગુજરાતના મોટા ચાર શહેરોમાં એટલેક કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તો હવે ગરમીનો ચમકારો થવા જ લાગ્યો છે, પણ હવે સ્થિતિ એવી છે કે હવામાન વિભાગ દ્વારા આ બાબતે મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસમાં એટલે કે હોળી પહેલા રાજ્યમાં ગરમીનું તાપમાન 40 ડીગ્રી જોવા મળી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે બેથી ચાર ડીગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, પોરબંદરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું છે.

રાજ્યના દીવ, દમણ, દાદરા અને નગર-હવેલી માટે આગામી 5 દિવસની હવામાન વિભાગની હીટવેવની ચેતવણી છે. ગુજરાતમાં હાલ હોળી પહેલાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ અનુસાર, અત્યારે ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઊંચો જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code