1. Home
  2. ગુજરાતી
  3. ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ  વડે હુમલો કરવામાં આવ્યો
ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ  વડે હુમલો કરવામાં આવ્યો

ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ  વડે હુમલો કરવામાં આવ્યો

0
Social Share
  • ઈરાક સ્થિત અમેરિકી દૂતાવાસ પર હુમલો
  • ઈરાને 12 મિસાઈલ છોડી 

 

દિલ્હીઃ- પ્રાપ્ત જાણકારી અનુસાર ઈરાક સ્થિતિ અમેરિકી દૂતાવાસ પર મિસાીઈલ વડે હુલો થવાની ઘટના પ્રકાશમાં આવી છે, ઈરાકના ઈરબિલ ખાતે સ્થિત અમેરિકી દૂતાવાસ પર  ઈરાનથી 12 મિસાઈલ્સ  છોડીને આ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે

આ ઘટનાને પગહલે અમેરિકી સુરક્ષઆ અધિકારીઓ દ્રારા જાણ કરવામાં આવી છે.તેમણે આ ઘટનાને માલે કહ્યું છે કે ઈરબિલ શહેર પર આ મિસાઈલ્સ પાડોશી દેશ ઈરાન ખાતેથી  દાગવામાં આવી છેઈરાક અને અમેરિકા એમ બંને તરફથી આ મિસાઈલ હુમલાને લઈ નિવેદન બહાર  જારીલ કરાયું છે. અમેરિકા તરફથી આ હુમલામાં નુકશાન થયું હોવાનું પણ જણાવાયું છે.

યુએસ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે તે હજુ પણ ચોક્કસ નથી કે કેટલી મિસાઇલો છોડવામાં આવી હતી અને તે ક્યાં ઉતરી હતી. ન તો યુએસ અધિકારીને નામ દ્વારા ઇવેન્ટની ચર્ચા કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા અને નામ ન આપવાની શરતે એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરી હતી.

બીજી તરફ ઈરાક તરફખથી જણાવાયું છે કે  અનેક મિસાઈલ્સ વડે અમેરિકી દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યું. આ ઈમારત દૂતાવાસની નથી અને થોડા સમય પહેલા જ અહી  અમેરિકી દૂતાવાસનો સ્ટાફ શિફ્ટ કારાયો છે.

ઇરાકી અધિકારીઓમાંના એકે જણાવ્યું હતું કે બેલેસ્ટિક મિસાઇલો ઇરાન તરફથી છોડવામાં આવી હતી, વિસ્તૃત માહિતી આપ્યા વિના. અમેરિકી અધિકારીઓ મિસાઇલના પ્રકારની પુષ્ટિ કરી શક્યા નથી.

જાણકારી પ્રમાણે આ બેલેસ્ટિક મિસાઈલ ઈરાન તરફથી તાકવામાં આવી હતી.આ હુમલો મોડી રાતે કરવામાં આવ્યો હતો તેમાં ભારે નુકસાન થવાની આશંકા પણ છે. સોશિયલ મીડિયામાં આ હુમલાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.આ સાથે જ મિસાઈલ લેન્ડ થયાના અવાજ પણ સાંભળવા મળી રહ્યા છે, જેમાં વિસ્ફોટોના અવાજ સાંભળી શકાય છે  અને મિસાઈલ પડતા જે આગ લાગી તે પણ જોઈ શકાય છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code