Homeગુજરાતીઝાલાનીમુવાડી ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

ઝાલાનીમુવાડી ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

અમદાવાદઃ આજે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામજીના નવ નિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાનમાં પ્રાંતિજ તાલુકાના ઝાલાનીમુવાડી ગામ ખાતે શ્રી આદ્યશક્તિ માતાજીના મંદિરે ઝાલા કુટુંબના સમસ્ત ભાઈઓ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું.
જેમાં ગામના સરપંચ વિજયસિંહ ઝાલા, Ex. મામલતદાર ચેતનસિંહ ઝાલા. સમસ્ત ઝાલા કુટુંબના આગેવાન ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગેવાનો દ્વારા સમૂહ આરતી કરી મહાપ્રસાદ ખાઈ પાવન થયા હતા.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular