Homeગુજરાતીઅભિનેતા અજય દેવગનની ફિલ્મ 'મેદાન'નું ટિઝર આ તારીખે થશે લોંચ, અભિનેતાએ માહિતી...

અભિનેતા અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’નું ટિઝર આ તારીખે થશે લોંચ, અભિનેતાએ માહિતી કરી શેર

  • દર્શકોના ઈતંઝારનો આવશે અંત
  • અજય દેવગનની ફિલ્મ મેદાનનું ટિઝર 30 તારીકે રિલીઝ કરાશે

મુંબઈઃ- બોલિવૂડના સુપર સ્ટાર અજય દેવગન તાજેતરમાં રિલીઝ થયેલી દ્રશ્યમ 2ને લઈને સમાચારોમાં છવાયેલા રહે છે આ ફિલ્મમાં તેમના શાનદાર પ્રર્ફોમન્સને જોઈને દર્શકો તેમની અપકમિંગ ફિલ્મ ભોલાની રાહ જોઈ રહ્યા છે જે 30 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે અભિનેતાએ ચાહકોને બીજા પણ એક સારા સમાચાર આપ્યા છે.

અભિનેતા અજય દેવગને તેમની આગામી દિવસોમાં આવનારી ફિલ્મ મેદાન અંદે સોશિયલ મીડિયા પર એક માહિતી શેર કરી છે જે પ્રમાણે મેદાન ફિલ્મનું ટિઝર ભોલા ફિલ્મના રિલીઝના દિવસે એટલે કે 30 માર્ચે રિલીઝ કરવામાં આવશે.

એભિનેતાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર  ફિલ્મ ‘મેદાન’ નું પોસ્ટર શેર કર્યું અને ચાહકોને ટીઝરની રિલીઝ તારીખ જાહેર કરી.  અજયની ફિલ્મ મેદાનનું ટીઝર પણ તે જ દિવસે રિલીઝ કરવામાં આવશે જે દિવસે ફિલ્મ ‘ભોલા’ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અજયની ફિલ્મ મેદાનનું ટીઝર 30 માર્ચે રિલીઝ થશે.

અજયે પોતાના ટ્વિટર પર લખ્યું, ‘ વન મેન, વન બિલીફ વન સ્પ્રીરિટ એક સત્ય ઘટના પર આધારિત. આખું ભારત મેદાનમાં ઉતરશે. 30 માર્ચે ટીઝર રિલીઝ થશે .અજયની આ પોસ્ટ બાદ ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત થયા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular