1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં G-20ની પ્રથમ બેઠક વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 22મી જાન્યુઆરીથી યોજાશે
ગાંધીનગરમાં G-20ની  પ્રથમ બેઠક વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 22મી જાન્યુઆરીથી યોજાશે

ગાંધીનગરમાં G-20ની પ્રથમ બેઠક વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 22મી જાન્યુઆરીથી યોજાશે

0
Social Share

ગાંધીનગરઃ 2023 ના વર્ષ દરમિયાન અલગ અલગ ભાગમાં 200 જેટલી જી–20 ની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી ગુજરાતમાં 15 જેટલી બેઠક યોજાશે. ગુજરાત સરકાર દ્વારા જી-20ની બેઠકોના આયોજન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમઓમાંથી પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી રહી છે. જી-20ની ત્રિદિવસીય પ્રથમ બેઠક તા.22મી જાન્યુઆરીથી ગાંધીનગરમાં યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ જી-20નું યજમાન ભારતને મળ્યું છે. જેમાં દેશમાં વિવિધ સ્થળોએ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત 1લી  ડિસેમ્બર 2022 થી લઈને 30મી  નવેમ્બર 2023 સુધી જી–20નું યજમાન રહેશે.  જી-20  ની પ્રથમ બેઠક આગામી તા. 22.23,અને 24  જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાશે. જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી આ પ્રથમ બેઠક ગુજરાતને વૈશ્વિક નકશામાં મુકશે.આ  પ્રથમ બેઠકમાં એકબીજા દેશો વચ્ચે સંબંધો મજબૂત કરવાની દિશામાં પહેલ કરાશે. બીજી બેઠક 8મીથી 10 ફેબ્રુઆરી દરમિયાન ધોરડો કચ્છ ખાતે યોજાશે.. જેમાં પ્રવાસન ક્ષેત્ર પર ફોકસ કરાશે. જ્યારે ત્રીજી બેઠક 9 ,અને 10 એમ બે દિવસ અમદાવાદ ખાતે અર્બન 20નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ચોથી બેઠક સુરત ખાતે 13 અને 14 માર્ચ રોજ યોજાશે. જેમાં વિશેષ આયોજન વ્યવસાયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. પાંચમી બેઠક ગાંધીનગર ખાતે એન્વાયરમેન્ટ વકિગ ગ્રુપની બેઠક મળશે ત્યાર પછી છઠ્ઠી બેઠક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વકિગ ગ્રુપની બેઠક ગાંધીનગર ખાતે 30 માર્ચથી 1લી એપ્રિલ સુધી મળશે. સાતમી બેઠક ગાંધીનગર ખાતે બીજી થી ચોથી એપ્રિલ દરમિયાન એનર્જી વકિગ ગ્રુપ ની બેઠક મળશે અને આઠમી બેઠક 29અને 30મી મે અર્બન 20 સમિટ યોજાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, 19મીથી 21 જૂન દરમિયાન એકતા નગર કેવડીયા ખાતે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વકિગ ગ્રુપ મીટીંગ મળશે 10 મી બેઠક ગાંધીનગર ખાતે ફરીથી 21 થી 30 જુલાઈ દરમિયાન ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્ક મિટિંગ મળશે. આ સિવાય તારીખ 24,અને25  જુલાઈના રોજ ગાંધીનગર ખાતે થર્ડ ફાઇનાન્સિયલ મિનિસ્ટર અને સેન્ટ્રલ બેન્ક ગવર્નર ની મીટીંગ મળશે. તારીખ 2જી અને 3જી ઓગસ્ટે ચોથી હેલ્થ વકિગ ગ્રુપની મીટીંગ મળશે. 4 થી ઓગસ્ટે હેલ્થ અને વકિગ ગ્રુપ મિનિસ્ટરિયલની બેઠક ગાંધીનગર ખાતે મળશે. 9મી થી 10મી ઓગસ્ટ મિનિસ્ટરિયલ મીટીંગ વુમન એમ્પાવરમેન્ટ ગાંધીનગર ખાતે મળશે .તા.29 અને 30સપ્ટેમ્બર ફોરથ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ આર્કિટેકચર વકિગ ગ્રુપની બેઠક ગાંધીનગર ખાતે મળશે. આમ અત્યાર સુધી ગુજરાત ખાતે 15 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ બેઠકો ગાંધીનગરને મળી છે 15માંથી 10 બેઠકો ગાંધીનગર ખાતે એક બેઠકો કેવડીયા,બે બેઠક અમદાવાદ, એક બેઠક સુરત. એક બેઠક ધોરડો ખાતે મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code