1. Home
  2. ગુજરાતી
  3. ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થતા જ ચર્ચાનો વિષય બન્યુંઃ બેંક લૂંટવાના ડાયલૉગ પર પોલીસની નજર
‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થતા જ ચર્ચાનો વિષય બન્યુંઃ બેંક લૂંટવાના ડાયલૉગ પર પોલીસની નજર

‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થતા જ ચર્ચાનો વિષય બન્યુંઃ બેંક લૂંટવાના ડાયલૉગ પર પોલીસની નજર

0
  • બેંક લૂંટવાના ડાયલોગના કારણે પ્રિંયકાને પાલીસની નસીહત
  • ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ-ચર્ચામાં ફીલ્મની સ્ટાર કાસ્ટ
  • મહારાષ્ટ પોલીસની ફિલ્મના ડાયલોગ પર નજર

બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ મીડિયામાં છવાયેલી જોવા મળી છે ,વાત જાણે  એમ છે કે ,મંગળવારના રોજ દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થયુ હતું, આ ટ્રેલરને લોકોએ ખુબજ જોયુ અને ઘણા વખાણ પણ કર્યા છે,આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તર છે, તો આ બન્ને કલાકારની પુત્રીના રોલમાં જાયરા વસીમ જોવા મળી છે,જો કે આ ફિલ્મના સિતારાઓએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ ફિલ્મના કારણે તેમણે પોલીસ અધિકારીઓ સલાહ નસીહત કરશે.

ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તેની ખુબ ચર્ચા થવા લાગી,ફિલ્મમી સ્ટોરી લાઈના દર્શકોએ ખુબ વખાણ કર્યા છે અને આ ફિલ્મના દરેક કલાકારોની એક્ટિંગ પણ ધમાકેદાર જોવા મળી છે.જો કે આ ફિલ્મમાં બોલવામાં આવેલા એક ડાયલૉગને લઈને પ્રિયંકા ચોપરા સહીત ફિલ્મના કલાકારો સામે એક્શન લેવાની ધમકી મળી રહી છે.

વાત જાણે એમ છે કે આ ફિલ્મના ટ્રેલરમાં પ્રિંયકા ચોપરા અને ફરહાન અખ્તરની પુત્રીના રોલમાં જાયરા વસીમ જેનું નામ ફિલ્મમાં આયશા છે,તે જ્યારે બિમાર પડે છે અને હોસ્પિટલમાં હોય છે ત્યારે પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તરને કહે છે, “એક બાર આયશા ઠીક હો જાયે ના ફિર સાથમેં હમ બેંક લૂટેંગે” ફિલ્મના આ ડાયલોગ પર મહારાષ્ટ્ર પોલીસની નજર અટકી હતી.

‘માર્ગરીટા વિથ અ સ્ટ્રોના’ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ‘ધ સ્કાઇ ઇઝ પિં’ક આગામી 11 ઓક્ટોબર 2019 ના રોજ સિનેમા ઘરોમાં જોવા મળશે, આ ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ થયું છે. જે એટલું બધુ દમદાર છે કે ટ્વિટર પર વર્લ્ડ વાઇડ ટ્રેડિંગમાં આવી ગયું છે.  આ ફિલ્મને પ્રિયંકા ચોપરા સિધ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્રૂવાલાએ પ્રોડ્યૂસ કરી. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code