1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વના આ દેશોમાં છે સૌથી સસ્તું ઈન્ટરનેટ
વિશ્વના આ દેશોમાં છે સૌથી સસ્તું ઈન્ટરનેટ

વિશ્વના આ દેશોમાં છે સૌથી સસ્તું ઈન્ટરનેટ

0
Social Share
  • આ દેશોમાં છે સૌથી સસ્તુ ઈન્ટરનેટ
  • સસ્તુ ઈન્ટરનેટ આપનાર દેશમાં ભારતનો સમાવેશ
  • રશિયા છે આ યાદીમાં નંબર એક પર

વિશ્વમાં ઈન્ટરનેટ હવે લોકોની જીવન જરૂરીયાત વાળી વસ્તુ બની ગઈ છે. લોકોને હવે તેના વગર રહેવાની આદત જતી રહી છે, આવામાં કેટલાક દેશ એવા છે કે જ્યાં ઈન્ટરનેટની કિંમત મફતના ભાવ બરાબર છે તો બીજા દેશ એવા પણ છે કે જ્યાં ઈન્ટરનેટની કિંમત વધારે મોંઘી છે.

જાણકારી અનુસાર ભારતમાં 62 કરોડથી વધુ ઈન્ટરનેટ યુઝર્સ છે. એવો અંદાજ છે કે વર્ષ 2025 સુધીમાં આ સંખ્યા 90 કરોડને પાર કરી જશે. આટલી મોટી વસ્તી સુધી નેટ પહોંચાડવાની જવાબદારી ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓની છે. દુનિયાભરની ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓ આ માટે અલગ-અલગ ચાર્જ વસૂલે છે. ઘણા દેશોની સરખામણીમાં ભારતમાં ઈન્ટરનેટ ખૂબ સસ્તું છે. તે જ સમયે, ઘણા દેશોમાં ઇન્ટરનેટ અનેક ગણું મોંઘું છે.

એક રિપોર્ટ અનુસાર રશિયામાં ઈન્ટરનેટ સૌથી સસ્તું છે. અહીં 100 Mbps સ્પીડ માટે એક મહિનાનો ચાર્જ લગભગ 347 રૂપિયા છે. તુર્કીમાં 100 Mbps પ્લાન માટે તમારે એક મહિનામાં લગભગ 700 રૂપિયા ચૂકવવા પડશે. ચીનમાં 100 Mbpsની ઈન્ટરનેટ સ્પીડ માટે દર મહિને લગભગ 1100 રૂપિયા ચૂકવવા પડે છે. ભારતમાં તમને લગભગ 800 રૂપિયામાં 100 Mbps નો સેમ પ્લાન મળે છે. જો કે, બંડલ પેકેજો પણ ઓછા ભાવે ઉપલબ્ધ છે.

આરબ દેશોની વાત કરીએ તો સાઉદી અરેબિયામાં 5,400 રૂપિયા પ્રતિ માસમાં 100 Mbps પ્લાન ઉપલબ્ધ થશે. આ પ્લાન ઓમાનમાં 5,900 રૂપિયામાં, કતારમાં 7,000 રૂપિયામાં, UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાતમાં લગભગ 7,500 રૂપિયામાં આવશે. ઈથોપિયામાં ઈન્ટરનેટ સૌથી મોંઘું છે. ત્યાં તમારે દર મહિને લગભગ 28,000 રૂપિયા ચૂકવવા પડી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code