Today’s Plant સિમ્પલ ઈવાય, કોમન ઈવાય, ઈંગલિશ ઈવાય, યુરોપીઅન ઈવાય, કિંગ્ઝ ચોઈસ ઈવાય, બાઈન્ડ વુડ, લવસ્ટોન, હેડેરાનો લેટીનમાં ગ્રીકમાંથી હેલિક્સ એટલે ભમરાળું કે ગોળાઈ લેતું તેમાંથી લીઘો ઈવાય, ગ્રીકમાં મેળવવું, જકડવું. આધુનિક અંગ્રેજીનું ઈવાય મધ્યકાલિન અંગ્રેજીમાં ઇવિ જૂના અંગ્રેજી ઈફિગમાંથી જે પાછું જર્મન ઇબાહસમાંથી લીધું જેનો અર્થ છે અનિશ્ચિત.
સમગ્ર યુરોપ, પશ્ચિમ એશિયાની વતની તે ઝડપથી વધે છે. અસમતળ ન્યુટ્રલ પી.એચ., ભેજવાળી જમીન ગમે છે. સદા હરિત રહેનારી, જંગલી વૃક્ષ, દિવાલ, પર્વત પર પોતાનાં હવાઈ મૂળોની મદદથી 100 મીટર ઊંચાઈ સુધી આરોહણ કરે છે. તેને ઉજાસ અને સૂર્યપ્રકાશ નથી ગમતા એથી આપણે ત્યાં તે શિયાળામાં ફૂલે. નયન રમ્ય ફૂલો આવે એટલે આપણા ગુજરાતમાં તેને ઘરો પર, વાડ પર ચડાવે અથવા માંડવારૂપમાં સ્થાન મળ્યું છે. અમેરિકામાં અંગ્રેજો આવી વસ્યા ત્યારે આ ને સાથે લાવેલા. વેલ જે છોડ કે ઝાડ પર ચઢે તેનાં ઉપર તે છવાઈ જાય અને તેનાં વજનથી તે વનસ્પતિ ટૂટી જાય. વેલનો સ્વભાવ એટલો આક્રમક છે કે આધાર ન મળે, તો તે જમીન પર 100 ફૂટ સુધી પથરાઈ, 9 ઈંચ સુધી ઊંચી થાય છે. પોતાનો વિસ્તાર કરવા સાથે ત્યાં જે પ્રજાતિ ઉગી હોય તેને ગુંગળાવીને નષ્ટ કરે છે. તેનાં છત્રી આકારનાં ઝુમખામાં થતાં લીલાશ પડતા સફેદ નાનાં ફૂલો ઉનાળાનાં અંતથી શિયાળાનાં અંત સુધી 3 થી 5 સે.મી. વ્યાસ.

પુષ્કળ લીલાશપડતા પીળા મધ ધરાવતા હોઈ, મધમાખી અને બીજી 70થી વધારે જીવાતો માટે શિયાળુ આહાર છે. લેટિનમાં હેડેરા એક્યુટા, હેડેરા આર્બોરીઅ, હેડેરા બાક્કીફેરા, હેડેરા ગ્રાન્ડીફોલિઅ
કૂમળા વેલાનાં ઘેરા લીલા પાન એકાંતરે, 2 થી 4 ઈંચ લાંબા, અડધાથી પોણો ઈંચ પહોળા, પત્રક જે પંજા જેવા પહોળા હોય છે તેમનાં બે પ્રકાર છે – પાંચ ખંડવાળા પાન, બીજો પ્રકાર ઘટાટોપ આગળ ન વધતો તબક્કો જેમાં ખંડ વગરનાં લંબગોળ ઘેરા લીલા પાકેલા પાન મૂળ વગરની ફૂલવાળી પાકેલી ડાળી પર પૂર્ણ સૂર્યરશ્મિમાં હોય. તેનાં ઘેરા જાંબલી થી કેસરી પીળા રસદાર ફળ 8 મી.મી. વ્યાસનાં શિયાળામાં પાકે તે 16 થી વધારે પક્ષીની પ્રજાતિઓનો આહાર છે. દરેક ફળમાં 5 બી હોય છે જેમને પક્ષીઓ વિખેરી આપે છે.
તેની 3 પેટા પ્રજાતિઓ છે – હેડેરા હેલિક્સ મધ્ય, ઉત્તર-પશ્ચિમ યુરોપમાં, મૂળકાંડ વગરની પ્રજાતિનાં પાકા ફળ ઘેરા જાંબલી રંગના હોય. હેડેરા પોએટારુમ કે ઈટાલિયન ઈવય કે પોએટ ઇવય દક્ષિણ-પશ્ચિમ યુરોપ અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં ઇટલી, બાલકાન્સ, તુર્કિયમાં મૂળકાંડ વગરની ડાળીવાળા વેલાને કેસરીપીળા પાકા ફળ હોય છે. હેડેરા ર્હીઝોમાટીફેરા મેક્એલ્લિસ્ટેર દક્ષિણ-પશ્ચિમ સ્પેનના વેલામાં મૂળકાંડવાળો વેલો, પાકા ફળ ઘેરા જાંબલી હોય છે. તેની નજિકની સગી પ્રજાતિઓમાં હેડેરા કેનારીએન્સિસ અને હે. હિબેર્નિકાનાં ડી.એન.એ. સંખ્યામાં ફેર છે એટલે ખરેખર હેડેરા ના કહેવાય.
ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝિલેન્ડે હેડેરા હેલિક્સને આક્રમક નિંદામણ ગણીને તેના વાવેતર, ઉછેર પર નિયંત્રણ મૂક્યા છે. વેલને જમીનમાંથી સમૂળ ખેંચીને કાઢ્યાનાં એક વર્ષ પછી તે સ્થળની મૂળ વનસ્પતિ પૂરતિ માવજત મળે તો ઉગે છે. પણ રસાયણો વાપરવાથી જમીનને નુકસાન થાય છે. તેને છાંટતી વખતે હાથમોજા, હાથ ઢંકાય એવાં વસ્ત્રો ધારણ કરવાં. છતાં રિએક્શન આવે તો તરત નિષ્ણાતનો સંપર્ક કરવો. તેનાં પાનનાં સારમાંથી કફસીરપ એટલે ઉધરસની દવા બને છે. પાનનાં ઉકાળાથી ઘા ધોતાં તે રુઝાય છે; અને આંખમાં છાંટતાં આંખમાંથી આવતા પાણીમાં રાહત થાય. પણ જેમને એલર્જી હોય, તેમને તરત તીવ્ર કોન્ટેક્ટ ડરંમેટાઈટીસ થાય. અને તો તેમને અપિએસેઐ પંરિવારનાં ગાજર વગેરેની પણ એલર્જિ હોય. તેનાં પાન અને ફળમાં મોટા પ્રમાણમાં સેપોનિન છે એટલે સસલા જેવા નાનાં પ્રાણીઓ માટે તે ઝેરી છે. તે જમીનને ભેજ વગરની કરતો હોઈ અંગ્રેજો તેમના મકાનોની દિવાલોનો ભેજ ચૂસવા તેને દિવાલ પર ચડાવે છે પણ આના મૂળ દિવાલમાં જઈ, તેની તડોને પહોળી કરી નબળી પાડે છે. છાપરા ઉપર ચડી જાય, ગટરમાં પ્રવેશી તેને બંધ કરે, ટાઈલ્સને ઉખાડી કાઢે અને ઉંદર જેવા જીવોને રહેવાનું સ્થાન પૂરું પાડે છે. દક્ષિણ ઈંગ્લેન્ડમાં ઘર પર વેલ ચડાવવાથી ઘર ઠરવાની ઘટના 26 ટકા ઘટી, ઠરવાની ઘટના 34 ટકા અને અતિશય ઠરવાની ઘટના 32 ટકા સુધી ઘટી. સમતળ દિવાલ ઉપર પણ ચડી શકવા માટે તેનાં હવાઈ મૂળોને નાનાં નાનાં વાળ જેવા બીજા મૂળો નીકળે છે. તેમાંથી ગુંદર જેવો પ્રવાહી નીકળે તે મૂળોને ભેગા અને ગુંચળું વાળીને રાખે છે. વેલાનો કોઈ પણ ભાગ ખાવામાં આવે તો ઝેરી છે. ચામડી પર વિવિધ અસરો જોવા મળે છે. તેમાં તેલ ન હોઈ અડવાથી નુકસાન નથી થતું એવું મનાય છે. તેનાં ફળ કે પાન વધારે ખાવાથી ઉબકા, ઉલટી, પેટનો દુઃખાવો, ઝાડા થાય છે. ડાળીનાં માવામાં પોલીએસિટાલેનેસ છે જે તીવ્ર વેદના, ખંજવાળવાળો ચામડીનો ધ્રામઠો કરે છે. કૂતરા, બિલાડી, ઘોડા માટે તે અત્યન્ત ઝેરી છે. તેનાં પાન, પાકા ફળ ચાવવાથી કે ગળવાથી ઉલટી, પેટમાં ઘુમડ, પેટનો અસહ્ય ચુંથારો થાય છે.
તેના સ્વભાવને ધ્યાને લઈ તેની લોન, વિવિધ આકર્ષક આકારો, લટકતી છાબડીઓમાં વાપરે છે પણ તેને લીધે વનસ્પતિ જન્ય નુકસાનકારક કીટકો એફિડ, મૈલેયબગ, કેટરપીલર, લૂપેર, સ્કેલ, લીફ સ્કોર્ચ બેક્ટેરિયા, પાઉડરી માઈલ્ડડ્યુ જેવી જીવાતો આવે છે તેમને લિંબોળીનાં તેલનો છંટકાવ કરીને, વેલાને કાપી, માપમાં રાખી ઉપદ્રવોથી બચાય છે. તેનાં પાન પર ટપકાં, ડાળી સડવી, માઈટ – આઠ પગવાળા કીટકો તેનાં પર ફૂલેફાલે છે. તથા વેલા અનિયન્ત્રિત વધીને ગમે ત્યાં પહોંચી દિવાલને નુકસાન કરે, ગટરમાં અવરોધ કરે, એલ્યુમિનિયમ કે ઢીલા પત્થરોની વચ્ચે પહોંચી રચનાત્મક વિકૃતિ લાવે છે.
નોંધ – અત્રે આપેલી માહિતી વૈજ્ઞાનિક સંકલન, વૃક્ષોની ઓળખ અને કદાચ કોઈ નુકસાન કારકતા હોય તો તેને ઓળખી સમાજને હાનિથી બચાવવા માટે છે.
કોઈએ સ્વતઃ ઔષધ લેવી નહીં.
રિવોઈમાં પ્રકાશિત થતા લેખો તેમજ સમાચાર વિશે આપના અભિપ્રાય જરૂર જણાવોઃ >>> [email protected] ઉપર


