1. Home
  2. ગુજરાતી
  3. ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #AjayDevgn – ‘હમ દીલ દેચૂકે સનમ’ બાદ સંજય લીલા ભણસાલી સાથે ‘ગંગૂબાઈ’ માટે શૂટિંગ શરુ કર્યું
ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #AjayDevgn – ‘હમ દીલ દેચૂકે સનમ’ બાદ સંજય લીલા ભણસાલી સાથે ‘ગંગૂબાઈ’ માટે શૂટિંગ શરુ કર્યું

ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #AjayDevgn – ‘હમ દીલ દેચૂકે સનમ’ બાદ સંજય લીલા ભણસાલી સાથે ‘ગંગૂબાઈ’ માટે શૂટિંગ શરુ કર્યું

0
Social Share
  • અજય દેવગને શરુ કર્યું ગંગૂ બાઈ કાઠીવાયડીનું શૂટીંગ
  • સંજયલીલા ભણસાલી સાથે 22 વર્ષ બાદ સાથે કામ કરશે

મુંબઈ – બોલિવૂડ એક્ટર અજય દેવગને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરથી બન્નેના ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, હાલ ટ્વિટર પર #AjayDevgn ટ્રેન્ડ થી રહ્યું છે, ઉલ્લેખનીય છે કે આ બન્ને સ્ટાર છેલ્લા 22 વર્ષ પછી સાથે કામ કરવા જઇ રહ્યા છે. અગાઉ અજયે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં વનરાજની ભૂમિકા ભજવીને દર્શકોનું દિલ જીત્યું હતું.

બોલિવૂડ એક્ટર અજાય દેવગન સંજય લીલા ભણસાલીનો ખૂબ મોટો પ્રોજેક્ટ છે,  ટીઝર રિલીઝ થતા પહેલા આલિયાનું એક પોસ્ટર રિલૂઝ કરવામાં આવ્યું હતું, આ ફિલ્મ જુલાઈની 30 તારીખે રિલીઝ થઈ શકે છે.

અજય દેવગન આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે, જે કરીમ ડોન લાલાનો રોલ પ્લે કરશે, ઉલ્લેખનીય છે કે સંજયલીલા ભણસાલી સાથે છેલ્લે અજયે 22 વર્ષ પહેલા હમ દીલ દે ચૂકે સનમ,માં કામ કર્યું હતું હવે આટલા લાબં સમયગાળા બાદ બન્ને સાથે કામ કરવા જઈ રહ્યા છે.

આ ફિલ્મ એસ હુસેન ઝૈદી દ્વારા લખાયેલી ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પુસ્તકના એક પ્રકરણ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગંગુબાઈ કાઠિયાવાડી નામની યુવતીની વાર્તા દર્શાવવામાં આવી છે, જે એક કોઠો ચલાવતી હતી ત્યાર બાદ તે ઈલેક્શન લડે છે અને જીતે પણ તે તેની સમગ્ર કહાનિ આ ફિલ્મમાં જોવા મળશે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code