1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં અકસ્માતની બે ઘટના, AMTS બસમાંથી પટકાતા પૌઢનું અને કારની ટક્કરે યુવાનું મોત
અમદાવાદમાં અકસ્માતની બે ઘટના, AMTS બસમાંથી પટકાતા પૌઢનું અને કારની ટક્કરે યુવાનું મોત

અમદાવાદમાં અકસ્માતની બે ઘટના, AMTS બસમાંથી પટકાતા પૌઢનું અને કારની ટક્કરે યુવાનું મોત

0
Social Share

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેરમાં જુદા જુદા બે અકસ્માતના બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. જેમાં શહેરના સોલા વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પર એએમટીએસ બસના ડ્રાઈવરે એકાએક બ્રેક મારતા બસના દરવાજા પાસે ઊભેલા પ્રોઢ દરવાજાથી રોડ પર પટકાતા તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત સનાથલ રેલવે ઓવબબ્રિજ પાસે પૂર ઝડપે આવેલી કારે ટુ-વ્હીલરને અડફેટે લેતા બે યુવકોને ઈજા પહોંચી હતી. જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે બંને ઘટનામાં ગુનો નોંધીને વધુ તપાસ હાધ ધરી છે.

આ અકસ્માતની વિગતો પોલીસ સૂત્રોમાંથી એવી જાણવા મળી છે. કે,  ઉત્તરપ્રદેશના વતની ઓમપ્રકાશ યાદવ (ઉં.58) છત્રાલમાં સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ઓમપ્રકાશ યાદવ એએમટીએસ બસમાં સોલા સાયન્સ સીટી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.  દરમિયાન શુકન મોલ પાસે એએમટીએસના બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી. જેથી ઓમપ્રકાશભાઇ બસના આગળના દરવાજામાંથી રોડ પર પડી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. દરમિયાન 108 એમ્બ્યુલન્સમાં  હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ટ્રાફિક પોલીસે એએમટીએસ બસના ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો બીજો બનાવ શહેરના સનાથલ રેલવે ઓવરબ્રિજ પાસે બન્યો હતો. સનાથલ રેલ્વે ટ્રેક ઓવરબ્રિજ પાસે પૂર ઝડપે આવેલી કારે એક બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક સવાર રમણિકભાઈ સહિત બે યુવાનોને ગંભીર ઈજા થતાં આસપાસના લોકોએ બન્નેને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે રમણીકભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે એસજી હાઈવે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો ત્રીજો બનાવ રામોલ-ત્રાગડ રોડ પર બન્યો હતો. ત્રાગડના ધવલસિંહ તેના પિતરાઇ હરપાલસિંહ (ઉ.21) સાથે રામોલ સામાન લેવા જતા હતા. આ સમયે રામોલ-ત્રાગડ રોડ પર પૂર ઝડપે ડમ્પરના ચાલકે હરપાલસિંહના બાઈકને ટક્કર મારી હતી. જેથી ધવલસિંહ અને હરપાલ જમીન પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code