1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત
મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત

મહેસાણાના નંદાસણ પાસે બે કાર વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત

0
Social Share

મહેસાણા : ઉત્તર ગુજરાતમાં પણ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મહેસાણા  જિલ્લાના બુડાસણ ગામના એક પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડતા કારના ડ્રાઇવર સહિત બે લોકોના મોત નિપજ્યાં હતા. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઇને પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઇને પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક સામેથી આવી રહેલી કારનું ટાયર ફાટતા પરિવારની કાર સાથે અથડાઇ હતી. જેમાં દીકરીની માતા અને કારના ડ્રાઇવરનું મોત નિપજ્યું હતું. અકસ્માત સમયે કારમાં પાંચ લોકો બેઠેલા હતા.

આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે.કે, મહેસાણાના કડીના બુડાસણનો રહેતો ફતેહખાન બ્લોચ પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલા ભાલક ગામમાં સગપણ જોવા માટે ગયા હતા. જેમાં ફતેહખાનના એક સંબંધી બ્લોચ સાહેલ ખાન પોતાની ગાડી લઇને આવ્યા હતા. ગાડીમાં ફતેહખાન બ્લોચ, પત્ની સાબેરાબાનું,  મેમુના બાનુ તેમજ ફરીદબાનુ  સહિત કુલ પાંચ લોકો  કારમાં બેસીને સગપણ જોવા માટે ગયા હતા. અને પરત ફરતા દરમિયાન ખેરપુર પાસે કડી બાજુથી આવી રહેલી એક અન્ય કારનું ટાયર ફાટતા આ કાર ફંગોળાઇને બ્લોચ પરિવારની કાર સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં સગપણ જોવા ગયેલી દીકરીની માતા અને ડ્રાઇવર બ્લોચ સાહેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાકીના ત્રણ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને કડીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code