1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરાખંડઃ વિધાનસભાની ચંપાવત બેઠક પર પેટા ચૂંટણીમાં CM ધામીનો વિજય

ઉત્તરાખંડઃ વિધાનસભાની ચંપાવત બેઠક પર પેટા ચૂંટણીમાં CM ધામીનો વિજય

0
Social Share

લખનોઃ ઉત્તરાખંડની ચંપાવત વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આ સાથે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચંપાવત વિધાનસભા બેઠક પરથી જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર નિર્મલા ગહાતોડી, સપાના ઉમેદવાર મનોજ કુમાર અને અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટીને હરાવીને જીત મેળવી છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ સીએમ પુષ્કર સિંહ ધામીએ લીડ મેળવી લીધી હતી. 13માં રાઉન્ડની મતગણતરી બાદ ધામીએ કોંગ્રેસના ઉમેદવારને જંગી લીડથી હરાવ્યાં હતા. ભાજપના ઉમેદવાર સીએમ ધામીએ 54121 મતથી જીત મેળવી હતી.

પેટાચૂંટણીના 13 રાઉન્ડ સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર નિર્મલા ગહાટોડીને 3147, ભાજપના ઉમેદવાર પુષ્કર ધામીને 57268, સપાના ઉમેદવાર મનોજ કુમારને 409, અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટીને 399 અને NOTAને 372 મત મળ્યા હતા. સીએમ ધામીની જીતથી ભાજપ છાવણીમાં ખુશી ફેલાઈ હતી.ભાજપના કાર્યકરોએ ઢોલ-નગારા સાથે જીતની ઉજવણી કરી રહ્યા છે, મુખ્યમંત્રી પદ પર રહેવા માટે પુષ્કર સિંહ ધામી માટે ચંપાવત વિધાનસભા બેઠક પરથી જીતવું ખૂબ જ જરૂરી હતું. હવે જ્યારે તેમણે આ બેઠક જીતી લીધી છે, ત્યારે ધામી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પુષ્કર ધામીનો પરાજય થયો હતો. તેમ છતા ભાજપે તેમની ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને ફરીથી મુખ્યમંત્રી બનાવ્યાં હતા. બીજી તરફ પુષ્કર ધામી માટે ચંપાવત બેઠકના ધારાસભ્યએ બેઠક ખાલી કરી હતી. અહીંથી ધામીએ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. પેટાચૂંટણીમાં ધામીનો ભવ્ય વિજય થયો છે. ધામીએ હરિફ ઉમેદવારોને મોટા માર્જીનથી હરાવ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code