Homeગુજરાતીવિવેક ઓબેરોયની અપકમિંગ આર્મીને સપર્મિપ શોર્ટ ફિલ્મ ‘વર્સેઝ ઓફ વોર’ - ...

વિવેક ઓબેરોયની અપકમિંગ આર્મીને સપર્મિપ શોર્ટ ફિલ્મ ‘વર્સેઝ ઓફ વોર’ – જાણો ક્યાં જોવા મળશે 26 જાન્યુઆરીએ આ ફિલ્મ

  • વિવેક ઓબેરોયની ફિલ્મ વર્સેઝ ઓફ વોરિયરનું ટિઝર રિલીઝ
  • અભિનેતાએ સોશિયલ મીડિયા પર ટિઝર શેર કર્યું

 

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય છેલ્લા ઘણા સમયથી ખૂબ ઓછી ફિલ્મોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે તેમની ફિલ્મ વર્સેઝ ઓફ વોરિયરને લઈને તે ચર્ચામાં છે, આર્મી ડેના અવસર પર બોલિવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોયે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અને તેમની અપકમિંગ શોર્ટ ફિલ્મ ‘વર્સીસ ઓફ વોર’નું ટીઝર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે.

પ્રસાદ કદમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિવેક ઓબેરોય અને રોહિત રોય 15 વર્ષ પછી સાથે જોવા મળશે. વિવેક એક ભારતીય સૈનિકની ભૂમિકામાં છે. જ્યારે રોહિત રોલમાં જોવા મળશે. એક પાકિસ્તાની સૈનિકનો રોલ પ્લે કરતાજોવા મળશે

અભિનેતા એ ફિલ્મનું ટીઝર રીલિઝ કરતા લખ્યું છે કે, “ભારતીય આર્મી ડે પર ભારતીય સેનાને કાવ્યાત્મક શ્રદ્ધાંજલિ. પ્રસ્તુત છે ‘વર્સીસ ઓફ વોર’નું ટીઝર. જેને ગણતંત્ર દિવસ પર ફક્ત FNP મીડિયા યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મ વિશે વાત કરતાં વિવેકે કહ્યું, “આ ફિલ્મ દેશના બહાદુર સૈનિકોને સલામ કરે છે જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને સરહદે આપણી રક્ષા કરે છે.” આપણે આ હીરોને ક્યારેય ભૂલવા ન જોઈએ જેમણે આપણી શાંતિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.”

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular