
સ્વેટરમાં ફેશનેબલ દેખાવા માંગો છો, તો આ રીતે કરો સ્ટાઈલ
સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ચરમસીમાએ છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ભારે હિમવર્ષા, ઠંડા પવનો અને ધુમ્મસ ભરી સવાર પણ જોવા મળી છે. ઠંડીની આ ઋતુમાં દોસ્તો જોડે કે કોઈ ખાસ માણસ સાથે કોફી ડેટ પર જવા માટે ઠંડા હવામાનને પરફેક્ટ માનવામાં આવે છે. આ શિયાળમાં તમે અલગ-અલગ રીતે સ્ટાઈલિશ દેખાઈ શકો છો. આ ટીપ્સને ફોલો કરશો તો ઠંડી પણ નહીં લાગે અને સ્ટાઈલિશ પણ દેખાઈ શકશો.
• ઓફિસ લુક
જો તમારે ઠંડીથી પણ બચવું છે અને ઓફિસમાં પણ સ્ટાઈલિશ દેખાવુ છે. તો તમે તમારા બેઝિક સ્વેટરને ફુલ સ્લીવ્સ સફ્દ શર્ટ સાથે જોડી શકો છો. એના માટે પહેલા શર્ટ પહેરો અને ઉપરથી સ્વેટર પહેરો અને તેને ઓફિસ પેન્ટ કે જીન્સ સાથે પેર કરો. તમે પેન્સિલ સ્કર્ટના જોડે પહેરી શકો છો. તેમજ પ્વોઈન્ટ હીલ્સ પહેરવાનું ના ભૂલતા. કેજ્યુલ લુક માટે તમે બુટ પહેરી શકો છો.
• બોયફ્રેન્ડ જીન્સ સાથે પેર કરો
બેગ અને મોટા કગના કપડા આ દિવસોમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે તમારા સ્વેટર સાથે જીન્સ સાથે પેર કરી શકો છો. જે દેખાવમાં ખૂબ જ સ્ટાઈલિસ લાગે છે. આમાં તમને શરદી પણ નહી લાગે અને તમે આરામદાયક પણ મહેસૂસ થશે. તમારા લુકને મકમ્પ્લેટ કરવા માટે આના સાથે મફલર એને શૂઝ સાથે જોડી શકો છો.
• લાંબા ઓવરકોટ સાથે જોડી દો
ઓવરકોટ માત્ર તમને આત્મવિશ્વાસ જ નહીં પરંતુ તમને ફેશનેબલ લૂક પણ આપે છે. આ તમારા સંપૂર્ણ દેખાવ માટે કામ કરે છે. તમે તમારા બેઝિક સ્વેટરને બ્લેક કલરનું ઓવરકોટ સાથે પેર કરી શકો છો. તેના જોડે તમે સ્કાફ અને થાઈ-હાઈ બુટને પણ પેર કરી શકો છો. આનાથી તમે ઠંડીથી તો પુરી બચી શકશો પણ સ્ટાઈલિશ પણ દેખાશો.