1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપે ચેટિંગને વધુ મજેદાર બનાવવા માટે બે નવા સ્ટીકર પેક કર્યા રજૂ
વોટ્સએપે ચેટિંગને વધુ મજેદાર બનાવવા માટે બે નવા સ્ટીકર પેક કર્યા રજૂ

વોટ્સએપે ચેટિંગને વધુ મજેદાર બનાવવા માટે બે નવા સ્ટીકર પેક કર્યા રજૂ

0
Social Share

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે અવનવા ફીચર સતત લાવતું હોઈ છે ત્યારે હજુ ચેટિંગને વધુ મજેદાર બનાવવા માટે બે નવા સ્ટીકર પેક રજૂ કર્યા છે. iOS, Android અને ડેસ્કટોપ માટે WhatsAppના સ્ટીકર સ્ટોરમાં નવા સ્ટીકરો ઉમેરવામાં આવ્યા છે. આ સ્ટીકરોના ‘A day of a Human’ અને ‘Bigg Boss 16’ છે. બિગ બોસ 16 સ્ટીકરોને કલર્સ ટીવી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે.

જોકે,બિગ બોસ 16 માત્ર ભારત પૂરતું મર્યાદિત રહેશે.જ્યારે A day of a Human તમામ એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યા છે.આ સ્ટીકર મેળવવા માટે તમે તમારા WhatsApp એકાઉન્ટ માટે ડીપ લિંક્સનો ઉપયોગ કરી શકો છો.

અગાઉ, થોડા દિવસો પહેલા WABetaInfo એ અહેવાલ આપ્યો હતો કે WhatsApp બીટા એન્ડ્રોઇડ 2.22.18.73 અપડેટમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ‘ડીલીટ ફોર મી’ અનડુ બટન રજૂ કરી રહ્યું છે, અને હવે તે રોલઆઉટ કરવામાં આવ્યું છે.આ ફીચર ત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જ્યારે કોઈ યુઝર કોઈ મેસેજને દરેક માટે ડિલીટ કરવાને બદલે ભૂલથી ડિલીટ કરી દે. આવી સ્થિતિમાં યુઝરને થોડીક સેકન્ડ મળશે જેમાં તે મેસેજને અનડુ કરી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code