1. Home
  2. ગુજરાતી
  3. તમારું બાળક પણ ડિપ્રેશનનો શિકાર બની શકે છે,આ ટિપ્સથી રાખો સકારાત્મક
તમારું બાળક પણ ડિપ્રેશનનો શિકાર બની શકે છે,આ ટિપ્સથી રાખો સકારાત્મક

તમારું બાળક પણ ડિપ્રેશનનો શિકાર બની શકે છે,આ ટિપ્સથી રાખો સકારાત્મક

0
Social Share

માનસિક સ્વાસ્થ્ય બગડવાની સમસ્યા ચોક્કસ વય પછી મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. માનસિક સ્વાસ્થ્યના નબળા પડવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ વધતી જતી ઉંમર આ માટે એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. પરંતુ જો બાળકોમાં નબળા માનસિક સ્વાસ્થ્યની સમસ્યા જોવા મળે તો તે ખૂબ જ ચિંતાનો વિષય છે. બાળકોના માનસિક સ્વાસ્થ્યને પહેલાથી જ સ્વસ્થ રાખવું જરૂરી છે અને આ માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો…

લાગણીઓનું રાખો ધ્યાન

ઘણી વખત માતાપિતા વ્યસ્ત હોવાને કારણે અથવા કડક હોવાને કારણે તેમના બાળકની લાગણીઓને અવગણવાની ભૂલ કરે છે તેઓ તેમની લાગણીઓની કદર કરતા નથી. નિષ્ણાતોના મતે તમારું આ વલણ બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બાળકને શું જોઈએ છે, તેની લાગણીઓ શું છે અને તે કેવા પ્રકારનું વર્તન અપનાવી રહ્યો છે તેનું માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેને સમજાવો કે શું સાચું અને શું ખોટું. આમ કરવાથી તમારું બાળક માનસિક રીતે મજબૂત બનશે.

હકારાત્મકતા

ક્યારેક મા-બાપ પણ બાળકને સમજાવવા અથવા તેને યોગ્ય બાબતો સમજાવવા માટે તેની સાથે ખરાબ વર્તન કરે છે. આવું કરવાથી બાળકના મનમાં તમારા પ્રત્યે નકારાત્મકતા આવી શકે છે. તેના બદલે બાળકને એવી બાબતો કહો જેનાથી તે હકારાત્મક અનુભવે. સકારાત્મકતાને કારણે બાળક સારું અનુભવશે અને તેનું માનસિક સ્વાસ્થ્ય પણ મજબૂત રહેશે. બાળકને સાચું અને ખોટું ઓળખવામાં મદદ કરો.

બાળકોને સામાજિકતા શીખવો

કેટલાક માતા-પિતાને તેમના બાળકને અન્ય બાળકો કરતા વધુ સારા ગણવાની આદત હોય છે અને આ કારણોસર તેને મળવા દેતા નથી. જો બાળક બીજાને ન મળતું હોય તો તે એકલા રહીને પણ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. અન્ય બાળકો અથવા વડીલોને મળવાથી તે નવી વસ્તુઓ શીખી શકે છે અને તેનું વર્તન પણ હકારાત્મક બનવાનું શરૂ કરી શકે છે. બાળકને ઘરમાં રાખવાને કારણે તે અન્ય લોકો સાથે વાત કરતા ડરે છે અને તેનાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code