1. Home
  2. ગુજરાતી
  3. IPL-2021 : દિલ્હી સામેની મેચમાં પિતા ધોનીની ટીમ CSKના વિજય માટે દીકરી ઝીવા પ્રાર્થના કરતા કેમેરામાં થઈ કેદ
IPL-2021 : દિલ્હી સામેની મેચમાં પિતા ધોનીની ટીમ CSKના વિજય માટે દીકરી ઝીવા પ્રાર્થના કરતા કેમેરામાં થઈ કેદ

IPL-2021 : દિલ્હી સામેની મેચમાં પિતા ધોનીની ટીમ CSKના વિજય માટે દીકરી ઝીવા પ્રાર્થના કરતા કેમેરામાં થઈ કેદ

0
Social Share

દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએસ 2021માં સોમવારે ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં ભારે ઉતાર-ચડાવ મળ્યો હતો. ભારે હાઈવોલ્ટેજ વચ્ચે દિલ્હી કેપિટલ્સનો 3 વિકેટથી વિજય થયો હતો. આ દરમિયાન સીએસકેના કેપ્ટન એમએસ ધોનીની પત્ની સાક્ષી અને દીકરી જીવા પણ ઉપસ્થિત રહ્યાં હતા. મેચમાં પિતા ધોનીની ટીમ સીએસકેના વિજય માટે દીકરી ઝીવા પ્રાર્થના કરતી જોવા મળી હતી. આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ શેયર થી રહી છે. સીએસકેની ટીમ મુશ્કેલીમાં ફસાઈ હતી ત્યારે ઝીવા બંને હાથ જોડીને પિતાની ટીમના વિજય માટે પ્રાર્થના કરતી જોવા મળી હતી.

સીએસકેએ દિલ્હી કેપિટલ્સને જીત માટે 137 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હીએ 17 ઓવરમાં 109 રન બનાવીને છ વિકેટ ગુમાવી હતી. દિલ્હીને છેલ્લી 3 ઓવરમાં જીત માટે 28 રનની જરૂર હતી અને ચેન્નાઈની જીત થવાની શકયતાઓ જોવા મળતી હતી. પરંતુ બ્રાવોની ઓવરમાં 12 રન થયાં હતા. જે બાદ મેચ જીત તરફ દિલ્હી આગળ વધી હતી. ઝીવા અને સુરેશ રૈનાની દીકરી ગ્રેસિયા આઈપીએલ દરમિયાન અનેકવાર સાથે જોવા મળી હતી. બંને આ મેચ જોવા માટે પહોંચી હતી. આ મેચ દરમિયાન સીએસકેની જીત માટે ઝીવા બે હાથ જોડીને પ્રાર્થના કરતા જોવા મળી હતી. ચેન્નાઈ સુપરકિંગ્સએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યાં હતા. આ મેચમાં સીએસકેની ટીમમાં રૈનાને બદલે રોબિન ઉથ્થપાને સ્થાન આપવામાં આવ્યું હતું. દિલ્હીએ 19.4 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 139 બનાવીને જીત મેળવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code