અમદાવાદ, 28 સપ્ટેમ્બર, 2026 : Bank employees’ strike postponed ગુજરાત સહિત દેશભરમાં આજે સોમવાર, 28 સપ્ટેમ્બરથી શરૂ થનારી બેંક કર્મચારીઓની ત્રણ દિવસીય હડતાળ મોકૂફ રાખવાની બેન્કના બન્ને યુનિયનોએ જાહેરાત કરી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને બેંક યુનિયનોના મુખ્ય સંગઠન યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે 27 સપ્ટેમ્બરે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સકારાત્મક સહમતિ સધાતા યુનિયનોએ હડતાળ સ્થગિત રાખવાની જાહેરતા કરી હતી. બેન્ક યુનિયનોના આ આ નિર્ણયથી દેશભરના કરોડો બેંક ગ્રાહકોને મોટી રાહત મળશે અને શાખાઓમાં રોકડ વ્યવહાર, ચેક ક્લિયરિંગ જેવી સેવાઓ સામાન્ય દિવસોની જેમ જ ચાલુ રહેશે.
ગુજરાત સહિત દેશભરની સરકારી બેન્કોના કર્મચારીઓ આજે સોમવારથી ત્રણ દિવસની હડતાળ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર શનિવારે બેન્કોમાં જાહેર રજા રાખવાની મુખ્ય માંગણી સાથે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આજે તા. 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યુ હતુ. પણ રવિવારની રાત્રે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને બેંક યુનિયનોના મુખ્ય સંગઠન યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે 27 સપ્ટેમ્બરે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સકારાત્મક સહમતિ સધાતા યુનિયનોએ હડતાળ સ્થગિત રાખવાની જાહેરતા કરી હતી.
ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે રવિવારે મોડી રાત્રે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં રજાઓની માંગને લઈને કમિટી બનાવવા પર સહમતિ બની છે. બેંક યુનિયનો 5-ડે વર્કિંગ એટલે કે સોમવારથી શુક્રવાર સુધી બેંક ખોલવાની અને શનિવાર-રવિવાર રજાની માંગ કરી રહી હતી. આ સિવાય PLI સ્કીમ અને કેટલાક અન્ય બાકી મુદ્દાઓ પર પણ વિવાદ હતો. હાલમાં પ્રસ્તાવિત હડતાળ ટળવાથી બેંક શાખાઓના સામાન્ય કામકાજ પર હડતાળના કારણે પડનારી અસર નહીં થાય. 3 દિવસની હડતાળથી બેંક શાખાઓમાં કેશ જમા-ઉપાડ, ચેક સંબંધિત કામ, ડ્રાફ્ટ અને અન્ય બ્રાન્ચ સેવાઓ પ્રભાવિત થઈ શકતી હતી.


