Homeગુજરાતીગુજરાતમેડિકલ સ્ટાફના 1200 કર્મચારીઓ પ્રદર્શન પર ઉતર્યા, આ છે કારણ

મેડિકલ સ્ટાફના 1200 કર્મચારીઓ પ્રદર્શન પર ઉતર્યા, આ છે કારણ

  • અમદાવાદ આરોગ્ય ભવન પાસે વિરોધ
  • મેડિકલ સ્ટાફના કર્મચારીઓએ કર્યો વિરોધ
  • છૂટ કરી દેવામાં આવતા કર્મચારીઓ નારાજ

અમદાવાદ: શહેરમાં આરોગ્ય ભવન પાસે મેડિકલ સ્ટાફના 1200 કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે. આ પાછળનું કારણ છે કે તેમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.

જાણકારી અનુસાર કોરોનાકાળમાં દરેક હોસ્પિટલોનો સ્ટાફ દર્દીઓની સેવામાં લાગ્યો હતો. આ કર્મચારીઓને હાલ છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ મામલે અમદાવાદના આરોગ્ય ભવન ખાતે મેડિકલ સ્ટાફ દ્વારા વિરોઘ કરવામાં આવ્યો હતો. જેમા તેમણે તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોરોનાકાળમાં પાર્ટ ટાઈમ ભરતી કરવામાં આવ્યા હતા

સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે કોરોનાકાળ સમયે આ કર્મચારીઓને પાર્ટ ટાઈમ માટે ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેઓ રોષે ભરાયા છે. આ કર્મચારીઓમાં લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્માસીસ્ટ, પેરા મેડિકલ સ્ટાફ અને વગેરે લોકો છે કે જેમને છૂટા કરી દેવામાં આવ્યા છે.

સંબંધિત લેખો

Most Popular