Homeગુજરાતીગુજરાતકચ્છમાંથી પકડાયેલા 21હજાર કરોડના ડ્રગ્સના જથ્થાને સળગાવીને નાશ કરાશે

કચ્છમાંથી પકડાયેલા 21હજાર કરોડના ડ્રગ્સના જથ્થાને સળગાવીને નાશ કરાશે

ભૂજઃ કચ્છમાં છેલ્લા બે-ત્રણ મહિનામાં સૌથી વધુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેમાં મુન્દ્રામાંથી ત્રણ ટન જેટલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેની કિંમત આશરો 21 હજાર કરોડ જેટલી થાય છે. કોર્ટના આદેશ બાદ પરીક્ષણ, સેમ્પલીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ટૂંક સમયમાં ગાંધીધામ નજીક હેઝાર્ડસ વેસ્ટ ડિસ્ટ્રોય યુનિટમાં ડ્રગ્સનો નિકાલ કરાશે. દેશભરમાં ચકચાર જગાવનારા મુંદ્રા પોર્ટમાં થયેલા દેશના સૌથી મોટા હેરોઈન ડ્રગ્સ સીઝર બાદ હવે તેનો નાશ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રા પોર્ટ પર 21 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ટેલકમ પાવડરના આડમાં મુન્દ્રા પોર્ટ પર કન્ટેઈનર લાવવામાં આવ્યા હતા. જેની તપાસ કરતા 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ હતુ. આ કન્ટેઈનર અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે મુન્દ્રા પોર્ટ પહોંચ્યા હતા. જેમાં દેશના ઈતિહાસમાં પહેલીવાર 3 ટન હેરોઈન હોવાનુ ખૂલ્યુ હતું. ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ED) પણ આ તપાસમાં જોડાઈ હતી. મુન્દ્રાથી જે હેરોઈનનો જથ્થો (drugs case) જપ્ત કરાયો હતો, તેના માટે કંડલા પોર્ટનું સ્ટોરેજ પણ ટૂંકું પડ્યું હતું. આ કેસમાં કુલ 12 શખસોની ધરપકડ કરાઈ હતી. તપાસ બાદ ડ્રગ્સનો જથ્થો સ્ટ્રોંગ રુમમાં રખાયો હતો,પરંતુ તેની જગ્યા પણ ખુટી પડતા બીએસએફના સુરક્ષા કવચ હેઠળ બાકીનો જથ્થો રખાયો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સના આટલા મોટા જથ્થાને નાશ કરવા માટે લીલીઝંડી મળી ચૂકી છે. કોર્ટેના આદેશ બાદ ડ્રગ્સના પરીક્ષણની તમામ પ્રોસેસ પૂરી કરી દેવાઈ છે. જેથી આ મહિનાના અંત સુધી તેનો નાશ કરી દેવાશે. સમગ્ર જથ્થાને આગના હવાલે કરાશે. ભારતના ઈતિહાસમાં પહેલીવાર આટલા ડ્રગ્સના આટલા મોટા જથ્થાને નાશ કરવામા આવશે. ડ્રગ્સના સેમ્પલીંગ, વજન, ચકાસણી સહિતની પ્રોસેસ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પૂરી કરાઈ હતી. હવે ગાંધીધામ પાસે સરકાર માન્ય હેઝાર્ડસ વેસ્ટ ડિસ્ટ્રોય યુનિટમાં તેનો નાશ કરાશે. 21 હજાર કરોડના ડ્રગ્સને આગને હવાલે કરાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular