1. Home
  2. ગુજરાતી
  3. ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, કહ્યું – નિવૃત્તિ માટે આ યોગ્ય સમય
ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, કહ્યું – નિવૃત્તિ માટે આ યોગ્ય સમય

ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, કહ્યું – નિવૃત્તિ માટે આ યોગ્ય સમય

0
Social Share
  • ફાફ ડુપ્લેસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સન્યાસ
  • તેણે 69 ટેસ્ટમાં 40થી વધુની સરેરાશથી 4163 રન કર્યા છે
  • તેણે આ ફોર્મેટમાં કુલ 10 સદી અને 21 અડધી સદી ફટકારી છે

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાની ટીમના પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસી એ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે બુધવારે સોશિયલ મીડિયા પર પોતાના આ નિર્ણયની જાણકારી આપી. તેણે પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી. ડુપ્લેસીની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો તેણે 69 ટેસ્ટમાં 40થી વધુની સરેરાશથી 4163 રન કર્યા છે. તેણે આ ફોર્મેટમાં કુલ 10 સદી અને 21 અડધી સદી ફટકારી છે.

ડુપ્લેસીએ લખ્યું કે, આ આપણા સૌ માટે મુશ્કેલીઓ સામે લડીને આગળ વધવાનું વર્ષ રહ્યું. ક્યારેક અનિશ્વિતતા પણ રહી, પરંતુ અનેક પાસાઓને લઇને મારો સ્પષ્ટ મત ઊભો થયો. મારું દિલ સાફ છે અને આ નવા અધ્યાયની શરૂઆત કરવા માટે યોગ્ય સમય છે.

તેણે વધુમાં કહ્યું કે, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત છે, પરંતુ હવે મારા માટે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાનો સમય આવી ગયો છે. ડુપ્લેસીએ કહ્યું કે, આગામી બે વર્ષે આઇસીસી ટી20 વર્લ્ડ કપ હશે. આ કારણે હું મારું ધ્યાન આ ફોર્મેટ માટે કેન્દ્રીત કરી રહ્યો છું. તેણે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ અને ટી20ની કેપ્ટન્સીનું પદ છોડી દીધું હતું. તેણે 2016માં એબી ડિવિલિયર્સ બાદ આ જવાબદારી સંભાળી હતી.

દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ કેપ્ટને કહ્યું કે, હું આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે મારી ટેસ્ટ કારકિર્દી ખતમ કરવા માંગતો હતો. મારા માટે આ એવું જ હતું કે જિંદગી ફરીને એક સ્થળે આવી ગઈ હોય. મૂળે તેણે 2012માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ એડિલેડમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code