Homeગુજરાતીફિલ્મ અને ટીવી જગતના વધુ એક અભિનેતાની ચિર વિદાય, કોરોનાનો લાગ્યો હતો...

ફિલ્મ અને ટીવી જગતના વધુ એક અભિનેતાની ચિર વિદાય, કોરોનાનો લાગ્યો હતો ચેપ

મુંબઈઃ કોરોના કાળમાં ભારતીય સિને જગતના અનેક દિગ્ગજ સલાકારોએ અંતિમ શ્વાસ લીધા છે. દરમિયાન બોલિવૂડ અને ટીવી જગતના જાણીતા અભિનેતા બિક્રમજીત સંવરપાલે 52 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કરી છે. કોરોના સંક્રમિત થતા તેમની સારવાર ચાલતી હતી.

જાણીતી ફિલ્મ કલાકાર બિક્રમજીત પહેલા આર્મીમાં ઓફિસર હતા. તેમજ ફિલ્મ જગતમાં તેઓ મેજર બિક્રમજીત કંવરપાલ તરીકે જાણીતા હતા. 52 વર્ષની વયે બિક્રમજીતનું નિધન થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. અનેક જાણીતા ફિલ્મ અને ટીવી જગતના કલાકારોએ તેમના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમજ બોલીવુડની ફિલ્મો અને ટીવી સિરિયલની સાથે અનેક વેબ સિરીઝમાં પણ અભિનય કર્યો છે.

વર્ષ કે 2003 માં ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થયા પછી બિક્રમજીતે અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક ફિલ્મોમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ અનેક હિટ ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં પણ તેઓ જોવા મળ્યા હતા.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે- કોવિડથી મેજર બિક્રમજીતનાં મોતનાં સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થાય છે. તેમના પરિવાર અને નજીકના લોકો પ્રત્યે સંવેદના. ફિલ્મ અભિનેતા તુષાર કપૂરે પણ બિક્રમજીતને શ્રદ્ધાંજલિ આપી છે. ટ્વિટર હેન્ડલ પર બિક્રમજીતનો ફોટો શેર કરી તુષારે લખ્યું છે – તમારા આત્માને શાંતિ મળે મેજર બિક્રમજીત.

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular