Homeગુજરાતીગુજરાતમાં કોરોનાના વધુ 10,990 કેસ નોંધાયાઃ 118નાં મોત

ગુજરાતમાં કોરોનાના વધુ 10,990 કેસ નોંધાયાઃ 118નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 10,990 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 118 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 15,198 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 118 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 17  લોકો અને સુરત શહેરમાં 8, રાજકોટમાં 6, વડોદરામાં 6, લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ 80,04 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં આજે કોરોનાના  કેસ  10,990 નોંધાયા હતા જેમાં અમદાવાદ શહેરમાં 3059  અને અમદાવાદ જિલ્લામાં 68,  સુરત શહેરમાં 790, અને જિલ્લામાં 265, વડોદરા શહેરમાં 598, અને જિલ્લામાં 459, રાજકોટ શહેરમાં 334, અને જિલ્લામાં 219,  જામનગર શહેરમાં 308, અને જિલ્લામાં 208,  ભાવનગર શહેરમાં 253, અને જિલ્લામાં 111, ગાંધીનગર શહેરમાં 116, અને જિલ્લામાં 157, પાટણમાં 145, મહેસાણામાં 418, દાહોદમાં 158, પંચમહાલમાં 183, બનાસકાંઠામાં 212,  ભરૂચમાં 142,  ખેડામાં 198, મોરબીમાં 51,  કચ્છમાં 181, આણંદમાં 231, મહિસાગરમાં 255, નવસારીમાં 106,   સહિત કુલ 10,990  કેસ નોંધાયા છે. રાજયમાં 18થી 44 વર્ષ સુધીના આજે કુલ 29098  લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. જ્યારે 45થી 60 વર્ષ અને તેનાથી વધુ વયના આજે કુલ 30,674 લોકોને પ્રથમ ડોઝ રસિકરણ કરવામાં આવ્યુ હતું.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 5,63,133 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. રાજ્યમાં કોરોનાના 131832 એક્ટિવ કેસો છે, જેમાં 798 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

સંબંધિત લેખો

Most Popular