1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર અત્યાચારઃ 60 હિન્દુઓનું બળજબરીથી કરાવાયું ધર્મ પરિવર્તન
પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર અત્યાચારઃ 60 હિન્દુઓનું બળજબરીથી કરાવાયું ધર્મ પરિવર્તન

પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર અત્યાચારઃ 60 હિન્દુઓનું બળજબરીથી કરાવાયું ધર્મ પરિવર્તન

0
Social Share
  • સમગ્ર ઘટના સિંધ પ્રાંતની હોવાનો ઘટસ્ફોટ
  • વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર થતા અત્યારથી સમગ્ર દુનિયા માહિતગાર છે. તેમ છતા પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર અત્યાચારના બનાવો અટકવાનું નામ લેતા નથી. દરમિયાન ફરી એકવાર હિન્દુઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં 60 હિન્દુઓને ધર્મપરિવર્તન કરાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક મૌલવી હિન્દુઓને કલમા પઢાવી રહ્યાં છે. ચોંકાવનારી બાબત એ છે, ધર્મ પરિતવર્તનની આ ઘટનાની પાછળ જે મૌલવીનો હાથ છે તે વડાપ્રધાન ઈમરાનખાનના નજીકના હોવાનું મનાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના સિંધ પ્રાંતના મતલી વિસ્તારની છે. જ્યાં મ્યુનિસપલ ચેરપર્સનની સામે હિન્દુઓને જળબજરીથી કલમા પઢાવવામાં આવ્યાં હતા. પાકિસ્તાનમાં હિન્દુઓની વસતી માત્ર 40થી 45 લાખ જેટલી છે. એટલે કે કુલ વસ્તીની સરખામણીએ માત્ર બે ટકા જેટલી જ છે. મોટાભાગના હિન્દુઓ સિંધ પ્રાંતમાં જ વસવાટ કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ધર્મ પરિવર્તનની પાછળ સિંધ પ્રાંતના મૌલવી મિંયા મિટ્ઠુ અને મ્યુનિસિપલ ચેરપર્સન અબ્દુલ રાઉફ નિજામનીનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે. મિંયા મુટ્ઠુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનના નજીકના હોવાનું ચર્ચાય છે.

વીડિયોમાં પોતોને મતલી મ્યુનિસિપલ ચેરપર્સન બતાવનારા અબ્દુલ રાઉફ નિઝામાનીએ આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે, અલહમદુલિલ્લાહ, આજે મારી ઉપસ્થિતિમાં 60 લોકો મુસલમાન થયાં છે. તેમના માટે હું દુઆ માંગું છું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code