Homeગુજરાતીસાઉથ સુપર સ્ટાર રજનીકાંતે પુત્રી સાથે મળીને સોશિયલ મીડિયા એપ ‘હૂટ’ લોંચ...

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતે પુત્રી સાથે મળીને સોશિયલ મીડિયા એપ ‘હૂટ’ લોંચ કરી- જાણો આ વોઈસ મેસેજ એપની ખાસિયતો

  • રજનિકાંતે પુત્રી સાથએ મળીને સોશિયલ મીડિયા એપ લોંચ કરી
  • આ એપ માટેનું ફડીંગ પુત્રી સોંદર્યા એ કર્યું  છે
  • આ એપ એક વોઈસ મેસેજ એપ છે

દિલ્હીઃ- સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે  હવે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેનું ભંડોળ રજનીકાંતની પુત્રી સૌંદર્યા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ પ્લેટફોર્મનું નામ ‘હૂટ’ છે આ સાથએ જ તે  8 જેટલી  ભાષાઓને સપોર્ટ કરે છે જેમાં કેટલીક ભારતીય અને વિદેશી ભાષાઓનો સમાવેશ થાય છે.

આ લોંચ કરવામાં આવેલી હૂટ એપ તમિલ, હિન્દી, તેલુગુ, મરાઠી, મલયાલમ, કન્નડ, બંગાળી અને ગુજરાતી જેવી ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે,આ હૂટ એપને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તમે જે પણ બોલો તે મેસેજ ટાઈપ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, હૂટ એ વૉઇસ નોટ એપ્લિકેશન છે.

આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ  કરવામાં આવી છે. આ એપનો ઉપયોગ કરતા પહેલા તમારે માત્ર તમારી નોંધણી કરવાની રહેશે. આ એપ પર ઘણા બધા સેલિબ્રિટીઝને પણ રાખવામાં આવી છે જેને તમે ફોલો કરી શકો છો.

આ હૂટ એપની ખાસ વાત એ છે કે તેમાં વોઈસ નોટ સરળતાથી પ્લે અને પોઝ કરી શકાય છે. આ સાથે, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીપોસ્ટ અને શેર જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ઈમોશન, નેચર, રિજનલ જેવા સંગીત માટેના પણ  ઘણા વિકલ્પો  આપવામાં આવ્યા છે. આ સાથે, આ પ્લેટફોર્મ પર કોમેન્ટ બંધ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જો કે હૂટ એપના યુઝર્સ માટે વોઈસ નોટની મહત્તમ સમય મર્યાદા 60 સેકન્ડ રાખવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular