Homeગુજરાતીગુજરાતભાવનગર:કોરોનાએ માથું ઉચકતા તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ કરાયા

ભાવનગર:કોરોનાએ માથું ઉચકતા તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ કરાયા

  • સતત સાત દિવસથી કોરોના કેસમાં વધારો થયો
  • એકસાથે 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હડકંપ
  • તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા

રાજકોટ :રાજયમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે.આ સાથે દેશમાં કોરોનાના નવા સ્વરૂપ ઓમીક્રોને લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ત્યાં ભાવનગર જિલ્લામાં સતત સાત દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકસાથે 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં ફરીથી આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ ટેસ્ટનો પ્રારંભ કરાયો છે. ત્યારે બીજી તરફ શહેરની સર ટી હોસ્પિટલ ખાતે પણ આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડની સંખ્યા,ઓક્સિજન પ્લાન્ટમાં પૂરતો ઓક્સિજન તેમજ આરોગ્ય કર્મીઓની તમામ સવલતો પૂરી પાડવા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના મહામારીને લઈને ફરીથી કેસોમાં વધારો થાય તેવા હેતુથી લોકોને પણ સાવચેત રહેવા માસ્ક પહેરવા સેનીટાઇઝરનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img