1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધારીની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરા,ગાયનો શિકાર કરી માણી મિજબાની
ધારીની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરા,ગાયનો શિકાર કરી માણી મિજબાની

ધારીની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરા,ગાયનો શિકાર કરી માણી મિજબાની

0
Social Share
  • શહેરમાં એક સાથે 5 સિંહો આવી ચડ્યા
  • ગાયનો શિકાર કરી માણી મિજબાની
  • સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો 

રાજકોટ :અમરેલીના ધારી શહેરમાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે.ધારીની મધુવન સોસાયટીમાં વહેલી સવારે એક સાથે પાંચ સિંહ આવી ચડ્યા હતા.અને ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી.મોર્નિંગ વોકમાં ચાલવા નીકળેલા યુવકોએ સિંહોને મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા.

આ સાથે ધારીના ધારગણીમાં 2 સિંહો આંટાફેરા કરતાં નજરે પડ્યા હતા.ધારગણીના રહેણાક વિસ્તારમાં બે સિંહોએ શિકાર માટે લટાર લગાવી હતી.ત્યાના સ્થાનિક દ્વારા સિંહના વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અમરેલીના ધારી ઉપરાંત રાજુલા, ખાંભા, છતડીયા, હિંડોરણા સુધી સિંહ પહોંચવા લાગ્યા છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છવાયો છે.ત્યારે વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી સિંહને રહેણાંક વિસ્તારથી દૂર રાખવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code