1. Home
  2. ગુજરાતી
  3. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ’ આવતી કાલે સિનેમાઘરોમાં થશે રિલીઝ
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ’ આવતી કાલે સિનેમાઘરોમાં થશે રિલીઝ

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ’ આવતી કાલે સિનેમાઘરોમાં થશે રિલીઝ

0
Social Share
  • અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડ આવી કાલે રિલીઝ થશે
  • આ ફિલ્મ સિમેનાઘરોમાં રિલ્ઝઈ થવા જઈ રહી છે
  • આમીર ખાને પણ ફિલ્મના કર્યા વખાણ

અમિતાભ બચ્ચન આટલી ઉંમરે પણ દર્શકોના દિલમાં સ્થાન બનાવવા બાબતે બી ટાઉનમાં મોખરે છે, તેઓ સસત સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતા હોય છે તેમની ફેન્સ ફોલાઈંગ જબરદસ્ત જોવા મળે છે.ત્યારે હાલ તેઓ તેમની ફિલ્મ ઝુંડને લઈને ચર્ચામાં આવ્યા છે.

ફિલ્મ ‘ઝુંડ’ને લઈને દર્શકો આતુરતાથી રહા જોઈ રહ્યા છે. બિગ બીના ફેન્સની નજર આ ફિલ્મ સાથે જોડાયેલી પળપળની ખબરો પર છે ત્યારે ફાઈનલી દર્શકોના ઈંતઝારનો અંત આવવા જઈ રહ્યો છે.આવતી કાલે આ ફિલ્મ સિનેમાઘરોમાં  રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત મરાઠી નિર્દેશક નાગરાજ પોપટરાવ મંજુલે કર્યું છે. આ ફિલ્મનું સંગીત પ્રખ્યાત સંગીત જોડી અજય-અતુલ આપ્યું  છે. આ ફિલ્મમાં ઘણા બાળ કલાકારો કામ કરતા નડરે પડે છે. જે ઝૂંપડપટ્ટીના ધ્યેય વિનાના છોકરાઓની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મ તાજેતરમાં બોલિવૂડ મિસ્ટર પરફેક્ટનિસ્ટે અમીરખાને જોઈ હતી અમને તેમની આંખોમાં આસું સરી પડ્યો ગતો, એટલે અંદાજો લગાવી શકાય કે અમિતજીની આ ફિલ્મ ખરેખર તારિફે કાબિલ હશે.

જો કે ફિલ્મ દર્શકોને કેચલી પસંદ આવે છે અને બોક્સ ઓફીસ પર તેનું કેવું પર્ફોમન્,સ રહેશે તો તો ફિલ્મ રિલીઝ થયા પછી જ કહી શકાશે.પમ એક વાત કહગેવી રહી છે બિગબીના ફેન્સ આ ફિલ્મ જોવા માટે ઉત્સાહીત છે.

આ ફિલ્મ સિવાય અમિતાભ બચ્ચન બીજી ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. બિગબી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મને અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યા છે. આટલી ઉંમરે પણ મેગાસ્ટાર સતત કામ સાથે સંકળાયેલા રહે છે તે જ તેમની સફળતાનું મુખ્ય કારળ છે.અનેક રિયોલીટી શો થી લઈને જાહેરાતોમાં આપણે ટિવી પર બિગબીને અવાર નવાર અવનવા લૂકમાં જોતા હોઈએ છીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code