1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મેઘમહેરઃ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
અમદાવાદમાં મેઘમહેરઃ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદમાં મેઘમહેરઃ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

0
Social Share

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં આજે સવારથી જ આકાશ વાદળ છવાયેલા હતા. ગઈકાલે રાતના પણ શહેરમાં હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ દિવસ દરમિયાન વરસાદી મહોલ જામ્યો હતો. અમદાવાદમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમદાવાદ શહેરના થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, એસ.જી હાઈવે, મણીનગર, દાણીલીમડા, કાલુપુર, સરસપુર આમ પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારમાં ધીમી ધારે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ વરસ્યો વરસાદ ખાબક્યો હતો. તેમાં પૂર્વ ઝોનમાં 24.17 mm વરસાદ, પશ્ચિમ ઝોનમાં 23.01 mm, મધ્ય ઝોનમાં 20.50 mm, દક્ષિણ ઝોનમાં 17.૦૦ mm વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણ મોહક બન્યું હતું. અમદાવાદ શહેરમાં વરસાદને પગલે માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code