Homeગુજરાતી'અનુપમા' શો માં હવે નહી જોવા મળે સમર - આ નવા રિયાલીટી...

‘અનુપમા’ શો માં હવે નહી જોવા મળે સમર – આ નવા રિયાલીટી શો માં ભાગ લેશે

  • સમર છોડી દેશે અનુપમા શો
  • ઝલક દિખલાજામાં કરશે પાર્ટીસિપેન્ટ

મુંબઈઃ- સ્ટાર પ્લસનો ખૂબજ જાણીતો અને ટીઆરપીના લીસ્ટમાં ટોચ પર આવતો શો અનુપમાના દર્શકો માટે એક  માઠા સમાચાર સામે આવ્યા છે, અનુપમાના નાના દીકરાના રોલમાૈં જોવા મળતો સમર એટલે કે પારસકાલનવત હવે શો માં જોવા મળશે નહી

રિયાલિટી ટીવી શો ઝલક દિખલા જા સાઈન કરવાનો નિર્ણય કર્યા પછી અનુપમાના શોમાંથી પારસનો આ કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવામાં આવ્યો છે. કારણ કે આ શો બીજી ચેનલનો છે. હવે પારસે આ મુદ્દે  ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે તે ચેનલના આ નિર્ણયથી તે જરા પણ હેરાન થયો નથી.

તો બીજી તરફ  અનુપમામાં તોશુના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે, ત્યારે એવા અહેવાલો છે કે નિર્માતાઓએ પરિતોષના ભાઈ સમરનું પાત્ર ભજવતા પારસ કાલનવત સાથેનો કરાર સમાપ્ત કરી દીધો છે. તે હવે આ શોનો ભાગ નહીં રહે. પારસ કાલનાવતે મીડિયા સાથે વાત કરતા  જણાવ્યું કે, મને ખબર ન હતી કે જો હું કોઈ અન્ય ચેનલ સાથે શો કરીશ તો તેમને મુશ્કેલી પડશે. મને તક આપવા બદલ હું રાજન શાહીનું સન્માન કરું છું. પરંતુ એક વર્ષથી વધુ સમય વીતી ગયો અને મને શોમાં કંઈ કરવાનો મોકો ન મળ્યો. હું એવા દ્રશ્યોમાં છું જે 18 પેજ લાંબા છે અને હું બેકગ્રાઉન્ડમાં ઉભો છું, મારી પાસે ડાયલોગ્સ પણ નથી.

પારસને શો માંથી કાઢવામાં આવતો શુ કર્યો ખુલાસો જાણો

પારસે જણાવ્યું હતું કે એટલે મેં ડાન્સ રિયાલિટી શો પસંદ કર્યો. જોકે મને ખબર નહોતી કે તેનું આ પરિણામ હશે.આ સાથે જ તેણએ વધુમાં કહ્યું કે પ્રોડક્શન ટીમે મને જીયા માણેકનું ઉદાહરણ આપ્યું. દરેક અભિનેતાની પોતાની જર્ની હોય છે. મને લાગે છે કે દરેકને પોતાના માટે વસ્તુઓ પસંદ કરવાનો અધિકાર છે. જો મેકર્સ તેમના શો વિશે વિચારતા હોય તો હું મારા વિશે પણ વિચારી શકું છું.

સંબંધિત લેખો

Most Popular