Homeગુજરાતીઆ વખતે બજારમાં છે નવી-નવી ડિઝાઈનવાળી રાખડી,બાળકોને આવશે ખૂબ પસંદ

આ વખતે બજારમાં છે નવી-નવી ડિઝાઈનવાળી રાખડી,બાળકોને આવશે ખૂબ પસંદ

રક્ષાબંધનના તહેવારનો માહોલ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે, ગાડીથી લઈને મોબાઈલ સુધીની તમામ વસ્તુઓ જોરશોરથી વેચાઈ રહી છે અને આવામાં બજારમાં અત્યારે નવી ડિઝાઈનવાળી રાખડી પણ આવી છે જે છોકરાને સૌથી વધારે પસંદ આવી શકે છે.

સ્ટોનવાળી રાખડી અત્યારે લોકોને વધારે પસંદ આવી રહી છે. અલગ અલગ રંગના સ્ટોનવાળી રાખડી ખુબ જ ભાઈના હાથ પર વધારે સુંદર લાગશે. માર્કેટમાં તમને આવી ઘણી રાખડી જોવા મળશે

આ ઉપરાંત ભગવાનની આકૃતિવાળી રાખડી- માર્કેટમાં હાલમાં ગણેશ , સ્વાસ્તિક અને મોરપંખવાળી રાખી ટ્રેન્ડમાં છે અને બ્રેસ્લેટ રાખડી અત્યારે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે, આવી રાખડી લાંબા સમય સુધી રહે છે. જો તમારા બજેટમાં હોય તો તમે સોના, ચાંદી કે આર્ટિફિશયલ ડિઝાઈનવાળી બ્રેસ્લેટ રાખડી ખરીદી શકો છો.

બાળકો માટે આ તહેવાર ખાસ હોય છે. વડીલો આ તહેવારનું મહત્વ પોતાની આવનારી પેઢીને સમજાવે છે. તેવામાં બાળકોની પસંદની રાખડી હાલ ટ્રેન્ડમાં છે. બાળકોને ગમતા કાર્ટૂન છોટા ભીમ, સ્પાઈડર મેન અને મિક્કી માઉસ વાળી રાખડી બાળકો માટે લઈ શકાય.

સંબંધિત લેખો

Most Popular