
અફઘાનિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીની શાનદાર સદી – 1 હજાર કરતા વધુ દિવસ બાદ સદી ફટકારી વિરાટની આ 71મી સદી બનાવી
- વિરાટ કોહલીએ સદી ફટકારી
- 71મી સદી બનાવી વિરાટે
- અધાનિસ્તાન સામે ભારતનો વિજય
દિલ્હીઃ- વિતેલા દિવસે અફધાનિસ્તાન સામે ભારતે વિજય. મેળવ્યો છે, આ મેચનો શ્રેય વિરાટ કોહલીને જાય છે, વિરાટે છે 1 હજાર કરતા વધુ દિવસો બાદ સદી ફટકારી છે, આ સાથએ જ તે 71મી સદીના લીસ્ટમાં આવી ચૂક્યો છે
વિરાટે ઘણા લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી દીધી છે. આ વિરાટ કોહલીના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી છે. તો તમામ ફોર્મેટમાં જોવામાં આવે તો આ વિરાટ કોહલીની 71મી સદી છે.અફઘાનિસ્તાન સામે ઓપનિંગમામં વનિરાટ સામે આવ્યો હતો 53 બોલમાં જ સદી ફટકારી હતી
કોહલીએ 61 બોલમાં 6 સિક્સ અને 12 ચોગ્ગા સાથે અણનમ 122 રન ફટકારીને આ ઉપલબ્ધિ મેળવી છે.આ સાથએ જ હવે તેની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 71મી સદી છે. કોહલીએ આ સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરોબરી પર ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે યુએઈમાં ચાલી રહેલા એશિયા કપ 2022 માં ભારત અને અફઘાનિસ્તાન સામસામે હતા. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, આ મેચમાં ભારતે બેટિંગ અને બોલિંગ બંને સાથે અદભૂત પ્રદર્શન કર્યું હતું અને અફઘાનિસ્તાનને 101 રનની દૂરીથી હરાવ્યું હતું.