Homeગુજરાતીઅમદાવાદ ખાતે AACA દ્રારા ક્રિકેટ કાર્નિવલ 2022નું આયોજન રહ્યું સફળ - 14...

અમદાવાદ ખાતે AACA દ્રારા ક્રિકેટ કાર્નિવલ 2022નું આયોજન રહ્યું સફળ – 14 ટીમોએ લીધો ભાગ,”એવરગ્રીન મીડીયા”ની ટીમ બની વિજેતા

  • AACA દ્રારા ક્રિકેટ કાર્નિવલ 2022 થયું આયોજન 
  • 14  ટીમોએ ઉત્સાહભેર લીધો ભાગ
  • “એવરગ્રીન મીડીયા”ની ટીમ બની વિજેતા

અમદાવાદઃ- હાલ શિયાળાની ઋતુ આવી ગઈ છે આવી સ્થિતિમાં રમત ગમતના મેદાનો ફૂલ થઈ રહ્યા છે ફૂટબોલ, વોલિબોલ કે ક્રિકટ રસિયાઓ અનેક ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે ત્યારે ગુજરાતના સૌથી મોટા એડવર્ટાઈઝિંગ અને મીડિયા એસોસિએશન ‘અમદાવાદ એડવર્ટાઈઝીંગ વેલફેર સર્કલ એસોસીએશન’  (AACA) દ્રારા તાજેતરમાં AACA  ક્રિકેટ કાર્નિવલ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ ક્રિકેટનું આયોજન રશ અરેના જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે સફળતા પૂર્વક પૂર્ણ થયું છે. આ ટૂર્નામેન્ટ 26 ડિસેમ્બર વિતેલી રાત્રીએ  યોજાઈ હતી જેમાં કુલ 14 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ટૂર્નામેન્ટમાં વર્ટાઈઝિંગ એજન્સીના  કુલ 128  ખેલાડીઓ એ ભાગ લીધો જેમાં 43 રોમાચંક મેચ દ્રારા તમામ ખેલાડિઓએ પોતાવી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો

આ સાથે જ એવરગ્રીન મીડિયા  એવરગ્રીન મીડીયા, અશ્વિન વિકટર્સ, અભિક એડવેન્ચર, આદિશ્વર પરફોરમર્સ, અજીત એથલેટસ્, દિપ્તિ ડેરડેવીલ્સ, જેસીકા વોરીયર્સ, ખુશી બ્રીગેડીયર્સ, મોન્જીનીશ મીરેકલ, પૂર્ણિમા પ્રાઈડસ્, ચલો સ્પોટર્સ, હેત હિરોઝ, રેમન્ડ પી. જી. રાઈડર્સ, શાર્પ શૂર્ટસ્ ટીમો વચ્ચે ધમાકેદાર પરફોરર્મસ્ સાથે રોમાંચક બનેલી મેચોમાં “એવરગ્રીન મીડીયા”ની ટીમ પોતાની પ્રતિભાના શઆનદાર પ્રદર્શન થકી વિજેતા બની હતી.

 AACAના પ્રમુખ મનીષ ગાંધી, સેક્રેટરી પ્રદિપ મહેતા, ઉપપ્રમુખ પીનલ શાહ તથા એક્ઝિક્યુટિવ કમીટીના સભ્યો રાજેન્દ્ર સોની, પ્રશાંત નારેચાણીયા, જગત ગાંધી, તથા ક્રિકેટ કમીટીના સાગર ગાંધી તથા મૌલીન સોનીએ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી.

 AACA ના સેક્રેટરી શ્રી પ્રદિપ મહેતાએ ગ્રાન્ડ ફિનાલેના અવસરે એસોસિએશન વતી દરેક ટીમ ઓનર્સ, તમામ ખેલાડીઓ, સ્પોન્સર્સ, અને પ્રિન્ટ, રેડિયો તથા ટેલિવિઝન મીડિયાનો AACA ક્રિકેટ કાર્નિવલ ૨૦૨૨ના પ્રોત્સાહન અને પ્રસિદ્ધિ બદલ આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે AACA દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરાંત વર્ષ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ, કાર ટ્રેઝર હન્ટ, દિવાળી ગેટ-ટુ ગેધર, હાઉસી, કલાસંગમ, તેમજ સામાજીક અને વ્યાવસાયિક પ્રગતિ માટેના કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. 

સંબંધિત લેખો

Most Popular