દિલ્હીઃ- સોશિયલ મીડિયા ટેકનોલોજીમાં અવનવા ફિચર આવી રહ્યા છએ તો સાથે જ એવનવા પ્લેટફોર્મ એકબીજાને ટક્કર આપી રહ્યા છે ત્યારે હવે ટ્વિટરને ટક્કર આપવા તૈયાર છે જે મેટાનું ‘Threads’ – ઈન્સ્ટાગ્રામ સાથે થશે કનેક્ટ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિક મેટા હવે ટ્વિટરને સ્પર્ધા આપવા માટે ટૂંક સમયમાં જ ‘થ્રેડ્સ’ નામની એપ માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના એહવાલ પ્રમાણે યુએસમાં એપલના એપ સ્ટોરના ડેટા પ્રમાણે આ એપ 6 જુલાઈએ લોન્ચ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને તે વપરાશકર્તાઓ માટે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

