Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ-પૌંઆ બટાકા તો આપણે સૌ કોઈએ ખાઘા છે હવે ટ્રાય કરો...

કિચન ટિપ્સઃ-પૌંઆ બટાકા તો આપણે સૌ કોઈએ ખાઘા છે હવે ટ્રાય કરો પૌઆનો આ તીખો મીઠો ચેવડો

સાહિન મુલતાનીઃ-

પૌઆમાંથી આપણે પૌઆ બટાકા સિવાય ઘણા સ્નેક્સ બનાવતા હોઈએ છીએ આજે વાત કરીશું પૌઆનો તીખો મીઠો ચેવડો બનાવાની જે બનાવામાં તો સરળ છે જ સાથે ખાવામાં ક્રિસ્પી અને ટેસ્ટી પણ આ સાથે જ તેને બનાવીને 20 થી 25 દિવસ ઘરમાં રાખી પણ શકો છો તો ચાલો જાણીએ પૌઆ ચેવડા બનાવાની રીત વિશે

સામગ્રી

  • 500 ગ્રામ સાદા પૌંઆ
  • તળવા માટે તેલ
  • 200 ગ્રામ મોરા શીંગદાણા
  • 2 ચમચી દળેલી ખાંડ
  • 1 ચમચી લાલ મરચાનો વાવડર
  • 20 થી 25 નંગ કઢી લીમડાના પાન
  • 5થી 6 ચમચી તલ
  • સ્વાદ અનુસાર મીઠું
  • જરુર પ્રમાણે હરદળ

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ થોડું વઘુ લેવું, તેલ ગરમ થાય એટલે કે ઊંડા કાણા વાળા ઝારામાં પૌઆ લઈને તે ઝારોલ તેલમાં ડુબોળો આ રીતે બધા જ પૌઆને ડિપ ફ્રાય કરીલો.

હવે પૌઆ તળાઈ જાય એટલે તેને પેપર પર કાઢીલો જેથી કરીવને વઘારાનું તેલ પૌઆમાંથી દૂર થઈ જાય.

હવે કઢાઈમાં જ શીંગદાણા અને કીલીમડાના પાનને તળીને કાઢીલો અને તેને પણ પૌંઆમાં એડ કરીદો

આજ રીતે તલ ને પણ તેલમાં ફોડીને પૌંઆમાં એડ કરીલો હવે પૌંઆની ઉપર દળેલી ખાંડ, મીઠું લાલ મરચાનો પાવડર અને હરદળ નાખીને બરાબર મિક્સ કરીલો.

તૈયાર છે પૌંઆનો તીખો મીઠં ચેવડો તઠંડો થયા બાદ એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરીલો

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img