Homeગુજરાતીસલમાન ખાન અને સિંગર અરીજીત સિંઘની દુશ્મનાવટનો વર્ષો બાદ અંત, 'ટાઈગર 3'...

સલમાન ખાન અને સિંગર અરીજીત સિંઘની દુશ્મનાવટનો વર્ષો બાદ અંત, ‘ટાઈગર 3’ નું સોંગ ‘લેકે પ્રભુ કા નામ’ ને અરીજીતે આપ્યો અવાજ

મુંબઈઃ બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3ને લઈને ખૂબ જ ચર્ચામાં છે ત્યારે આજરોજ ટાઈગર 3નું પહેલું સોંગ લે કે પ્રભુકા નામની ફર્સ્ટ ઝલક બતાવવામાં આવી છે જો કે મહત્વની વાત એ છે કે આ સોંગને મશહુર સિંગર અરીજીત સિઁઘે અવાજ આપ્યો છે.

જી હા સલમાન ખાન અને અરિજીતના લંબંઘોથીસ આપણે સૌ કોઈ વાકેફ છીએ છેલ્લા 14 જેટલા વર્ષથી આ બન્ને વચ્ચે અનબન હતી ત્યારે હવે સલમાનની ફિલ્મના સોંગને આ સિંગરે અવાજ આપતા જાણે આ બન્ને વચ્ચેની દુશ્મનાવટનો અંત આવ્યો છે તેમ કહીએ તો ખોટી વાત નથી.

 સલમાન ખાન અને કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઇગર 3’નું ટ્રેલર રિલીઝ થયા બાદ ચાહકો ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર એટલે કે 12મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે

 કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના નવા આગામી ગીતનું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં ‘ટાઈગર’ એટલે કે સલમાન ઝોયા એટલે કે કૅટ સાથે પોઝ આપતો જોવા મળે છે. આ ગીતનું નામ ‘લેકે પ્રભુ કા નામ’ છે, જેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જો કે આ ગીતની ખાસ વાત તેની રિલીઝ ડેટ નહીં પરંતુ સિંગર છે

https://www.instagram.com/beingsalmankhan/?utm_source=ig_embed&ig_rid=c85c025e-82d0-44d4-b04a-965c74b62410

સલમાન અને અરિજીત બંને વચ્ચે છેલ્લા 14 વર્ષથી અણબનાવ હતો, જે હવે સમાપ્ત થતો જણાય છેગાયક પણ અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં બંને વચ્ચેના અણબનાવનો અંત આવ્યો છે એમ કહેવું ખોટું નહીં હોય. અરિજીત સિંહ 14 વર્ષ પછી સલમાન સાથે કામ કરશે કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તાજેતરની પોસ્ટની સાથે, અભિનેત્રીએ કેપ્શનમાં આગામી ગીતની વિગતો પણ શેર કરી છે

. સલમાને લખ્યું, ‘પહેલા ગીત ‘લેકે પ્રભુ કા નામ’ની પહેલી ઝલક. ઓહ હા.. મારા માટે આ અરિજિત સિંહનું પહેલું ગીત છે. આ ગીત 23 ઓક્ટોબરે રિલીઝ થઈ રહ્યું છે. ટાઈગર 3 આ દિવાળીએ 12 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular