1. Home
  2. ગુજરાતી
  3. ભારત-પાક. મેચ રદ થતા ICCને 200 કરોડનો ફટકો પડશે
ભારત-પાક. મેચ રદ થતા ICCને 200 કરોડનો ફટકો પડશે

ભારત-પાક. મેચ રદ થતા ICCને 200 કરોડનો ફટકો પડશે

0
Social Share

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026ના પ્રારંભના માત્ર 6 દિવસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારત સામેની મેચનો બહિષ્કાર કરીને ખળભળાટ મચાવી દીધો છે. પાકિસ્તાન સરકારના આદેશને પગલે લેવાયેલા આ નિર્ણયને કારણે માત્ર ખેલ જગત જ નહીં, પરંતુ આર્થિક મોરચે પણ ભૂકંપ આવ્યો છે. જો આ મેચ નહીં રમાય, તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને અંદાજે 200 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થવાની ભીતિ છે.

ICC ની કમાણીનો મુખ્ય સ્ત્રોત ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચો હોય છે. કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં આ મુકાબલો સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતો હોય છે. અહેવાલ મુજબ, સામાન્ય રીતે ભારતની કોઈપણ મેચમાંથી 100 કરોડની કમાણી થાય છે, પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં આ આંકડો બમણો થઈ જાય છે. ટૂર્નામેન્ટના સત્તાવાર બ્રોડકાસ્ટરને આ મેચ રદ થતા જાહેરાતોની કમાણીમાં મોટું નુકસાન જશે, જેની સીધી અસર અંતે ICC ને ચૂકવવામાં આવતી ફી પર પડશે.

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન એડ રેટ્સ આસમાને હોય છે. આ મેચ માટે 10 સેકન્ડની એડ સ્લોટની કિંમત 25 લાખ થી 40 લાખ રૂપિયા સુધીની હોય છે. મેચ રદ થવાની સ્થિતિમાં બ્રોડકાસ્ટર્સ આ આવક ગુમાવશે અને તેથી જ આ કુલ નુકસાન 200 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.

  • આ નુકસાનની ભરપાઈ માટે ICC કડક પગલાં ભરી શકે છે

દંડ અને વળતર: સૂત્રોના જણાવ્યા અનુસાર, ICC બ્રોડકાસ્ટરને થતા નુકસાનની ભરપાઈ કરવા માટે PCB ને મજબૂર કરી શકે છે.

રેવન્યુ શેરિંગ મોડલ: ICC દ્વારા દરેક દેશના ક્રિકેટ બોર્ડને આપવામાં આવતા ફંડમાં કાપ મૂકવામાં આવશે. BCCI જેવું અમીર બોર્ડ આ સહન કરી શકશે, પરંતુ આર્થિક સંકડામણ ભોગવતા PCB માટે આ આંચકો અસહ્ય હશે.

ICC એ પહેલેથી જ PCB ને ‘ગંભીર પરિણામો’ ભોગવવાની ચેતવણી આપી દીધી છે. જો પાકિસ્તાન પોતાના નિર્ણય પર અડગ રહેશે, તો માત્ર દંડ જ નહીં પરંતુ ભવિષ્યની ઇવેન્ટ્સમાં તેમની ભાગીદારી પર પણ જોખમ ઊભું થઈ શકે છે.

આ પણ વાંચોઃ રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગનો માસ્ટરમાઇન્ડ શુભમ લોનકર હોવાનો ખુલાસો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code