1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. સવારનો નાસ્તો બનશે ખાસ: મિનિટોમાં તૈયાર કરો ટેસ્ટી મસાલા ફ્રેન્ચ ટોસ્ટ
સવારનો નાસ્તો બનશે ખાસ: મિનિટોમાં તૈયાર કરો ટેસ્ટી મસાલા ફ્રેન્ચ ટોસ્ટ

સવારનો નાસ્તો બનશે ખાસ: મિનિટોમાં તૈયાર કરો ટેસ્ટી મસાલા ફ્રેન્ચ ટોસ્ટ

0
Social Share

કહેવાય છે કે સવારનો નાસ્તો આખા દિવસની ઊર્જા નક્કી કરે છે. જો નાસ્તો હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય, તો દિવસની શરૂઆત શાનદાર બની જાય છે. ગૃહિણીઓ માટે સવારની ભાગદોડમાં ‘મસાલા ફ્રેન્ચ ટોસ્ટ’ એક ઉત્તમ વિકલ્પ છે. આ પરંપરાગત સ્વીટ ફ્રેન્ચ ટોસ્ટનું નમકીન અને ચટાકેદાર ભારતીય વર્ઝન છે, જે માત્ર 10 થી 12 મિનિટમાં તૈયાર થઈ જાય છે.

  • જરૂરી સામગ્રી

4 બ્રેડ સ્લાઈસ

4 ચમચી બેસન

1 ઝીણી સમારેલી ડુંગળી

1 ઝીણી સમારેલુ શિમલા મરચું

1 લીલું મરચું (વૈકલ્પિક)

2 ચમચી ઝીણી સમારેલી કોથમીર

1/2 ચમચી લાલ મરચું પાવડર

1/4 ચમચી હળદર

2થી 3 ચમચી દૂધ

તેલ અથવા બટર

સ્વાદ મુજબ મીઠું

  • બનાવવાની રીત

સૌથી પહેલા એક બાઉલમાં બેસન લઈ તેમાં થોડું પાણી અને દૂધ ઉમેરીને સ્મૂધ ખીરું તૈયાર કરો. તૈયાર ખીરામાં ઝીણી સમારેલી ડુંગળી, શિમલા મરચું, લીલા મરચાં અને કોથમીર ઉમેરો. ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. ધ્યાન રાખવું કે ખીરું બહુ પાતળું કે બહુ ઘટ્ટ ન હોય. હવે ગેસ પર તવી ગરમ કરો અને તેના પર થોડું બટર કે તેલ લગાવો. બ્રેડની સ્લાઈસને તૈયાર મિશ્રણમાં બંને બાજુથી ડબોળીને તવી પર મૂકો. મીડિયમ આંચ પર બ્રેડને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. તૈયાર ગરમાગરમ મસાલા ફ્રેન્ચ ટોસ્ટને તમે ટોમેટો કેચઅપ, લીલી ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો છો. જો બાળકો માટે બનાવતા હોવ, તો ઉપરથી થોડું ચીઝ છાંટીને તેનો સ્વાદ વધુ વધારી શકાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code