1. Home
  2. કૃષિ
  3. -
  4. ખેતી
  5. કેળાનો આકાર ચંદ્રાકાર જ કેમ? કયું વિજ્ઞાન કામ છે?
કેળાનો આકાર ચંદ્રાકાર જ કેમ? કયું વિજ્ઞાન કામ છે?

કેળાનો આકાર ચંદ્રાકાર જ કેમ? કયું વિજ્ઞાન કામ છે?

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 16 મે, 2026 – કેળાનો આકાર ચંદ્રાકાર જ કેમ? કયું વિજ્ઞાન કામ છે? આ વિશે શું તમે ક્યારેય વિચાર્યું છે કેળું હંમેશા ત્રાંસું (વળાંકવાળું) જ કેમ હોય છે? આખરે બીજા ફળોની જેમ તે સીધું કેમ નથી વધતું? તેની પાછળ છુપાયેલું વિજ્ઞાન પ્રકૃતિના સૌથી રસપ્રદ રહસ્યોમાંથી એક માનવામાં આવે છે.

કેળું તો આપણે બધા ખાઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો આકાર હંમેશા આવો કેમ હોય છે? અન્ય ફળો જ્યાં ગોળ કે સીધા હોય છે, ત્યાં કેળું હંમેશા વળેલું જોવા મળે છે. આ કોઈ યોગાનુયોગ નથી, પરંતુ તેની પાછળ એક ખાસ વિજ્ઞાન કામ કરે છે. કેળું દુનિયામાં સૌથી વધુ ખવાતા ફળોમાં સામેલ છે. પરંતુ તેને ખાતી વખતે ભાગ્યે જ કોઈએ એ વાત પર ધ્યાન આપ્યું હશે કે તેનો આકાર હંમેશા વળાંકવાળો (Curved) કેમ હોય છે.

આ પણ વાંચોઃ ભોજશાળામાં સનાતન સૂર્યોદય, પૂજા-અર્ચના શરૂઃ 1000 વર્ષની પીડાનો અંત

સફરજન, સંતરા, તડબૂચ, શક્કરટેટી જેવા ફળો સામાન્ય રીતે ગોળ અથવા થોડી લંબાઈ સાથે લંબગોળ હોય છે, પરંતુ કેળાનો આકાર અવારનવાર એક વળાંક જેવો દેખાય છે. પ્રકૃતિના આ અદ્ભુત વિજ્ઞાનને સમજવા જેવું છે જે દરેક કેળાને ત્રાંસું બનાવી દે છે.

શરૂઆતમાં કેળા સીધા જ હોય છે, પરંતુ સૂર્યપ્રકાશ તરફ વધતા-વધતા તેમનો આકાર ત્રાંસો થઈ જાય છે

કેળા ઝાડની ઊંચાઈ પરથી નીચેની તરફ લટકીને મોટા થાય છે. એક મોટા લૂમમાં (ગુચ્છામાં) ઘણા બધા કેળા સાથે લાગેલા હોય છે અને આખો લૂમ નીચેની તરફ ઝૂકેલો રહે છે. શરૂઆતમાં નાના કેળા મોટે ભાગે સીધા જ હોય છે, પરંતુ જેમ-જેમ તે મોટા થવા લાગે છે, તેમ-તેમ તેમનો આકાર બદલાવા લાગે છે. અસલમાં કેળું સૂર્યપ્રકાશ તરફ વધવાનો પ્રયત્ન કરે છે.

ભલે તેનો લૂમ નીચે લટકી રહ્યો હોય, પરંતુ દરેક કેળું ઉપરની તરફ વળવા લાગે છે જેથી તેને વધુમાં વધુ તડકો મળી શકે. આ જ કારણે તેનો આકાર વળાંકવાળો થઈ જાય છે.

વિજ્ઞાનની ભાષામાં આને શું કહેવાય?

આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં “ફોટોટ્રોપિઝમ” (Phototropism) કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે પ્રકાશની દિશામાં આગળ વધવું. ઘણા છોડ અને ફળો સૂર્ય તરફ ઝૂકે છે, પરંતુ કેળામાં આ અસર ખૂબ જ સ્પષ્ટ દેખાય છે. આ જ કારણ છે કે નીચે લટકવા છતાં કેળું ઉપરની તરફ વળતું જાય છે. મોટાભાગના કેળા આ જ પદ્ધતિથી વધે છે. પહેલા તેમનો આકાર સીધો હોય છે, પરંતુ સમય સાથે સૂર્યપ્રકાશ તરફ વધતા-વધતા તેઓ વળી જાય છે.

કેળાનો આ અનોખો આકાર માત્ર તેની ઓળખ નથી, પરંતુ પ્રકૃતિના શાનદાર સંતુલનનું ઉદાહરણ પણ છે. એટલે કે, હવે પછી જ્યારે તમે કેળું ખાઓ, ત્યારે યાદ રાખજો કે તેનો આ વળાંક અસલમાં સૂર્ય સુધી પહોંચવાના તેના પ્રયત્નનું પરિણામ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code